________________
-
-
- -
-
-
——
---
-
--
-
--
-
-
-
-
-
-
-
•
-
-
-
-
( ૬૦૪)
થી કગ સંધ-સંચન. ~~ -~-~ ~~ ~ ~-~~ ~ ~ ~ ~ ~~ ~ ~ - - - - - - - હાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવા કરતાં અનરાશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી રાજી વિરપ્રભુએ કૈવલજ્ઞાનથી પ્રધ્યું છે કે ગુરુઓની સેવાભકિતથી અને પરમાત્માની સેવાભક્તિધ્યાનથી અનરાપદ પ્રાપ્ત થાય છે. જે અંતરાત્માઓ સર્વવિરતિ સાધુ ધર્મ અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણી ઉત્તમતા છે. સર્વ પાકિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સધર્મકર્મને સેવીને રાધુએ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ દયાન અને સમાધિ એ ચગનાં અને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અતરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કમેને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપ શુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ ક્રિયાને નિશ્ચયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગદષ્ટિ ગૃહરથ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવર્તિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવર્તિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયતયા કથિત ધર્મકર્મ વિના કેઈ પણ મુક્તિ પામ્યું નથી, પામતું નથી અને ભવિધ્યમા પામશે નહિ-એ નિયમ હોવાથી ગૃહસ્થાઓ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકને કરવા જોઈએ. અન્તરાત્માઓ સધર્મનિવૃત્તિબળે મન વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તત્ત્વનું સેવન કરે છે. મુસલમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પધી કર્યો છે. એવા શયતાનને જેને કર્મ કથે છે અને આત્માને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને ન્યાય કરવા માટે અતરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી દ્રવ્યકર્મ પ્રકૃતિએને સત્વર નાશ થાય છે. જૈનદષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માઓ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આત્માનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મહાસતિ નાશ કરી શકાય છે. અન્તરાત્માઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને સ્વાત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેમાં સ્વાત્માને ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પોતે કંઈ સદ્ગુણેની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા