________________
( ૫૯૦ )
શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન
વવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે, તેમાં આત્મજ્ઞાની માન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામાદિભાવને વિલય કરી સમાધિભાવ પામે છે તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખસાગરની સાથે તમય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આ શરીર આત્માને અનુભવદશા થાય છે, આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રકટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામા નિર્વિકલ્પજ્ઞાનથી જે ધારે છે તે સમ્યગ અનુભવ કરી શકે છે. અનેક નામથી, અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકે અનેક નામ અને આકૃતિઓ રૂપે સેવે છે-યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પર માત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત-અવિનાશી, બ્રહ્મ, અટલા, અરિહંત, હરિ, હર, બ્રહા, શકિત આદિ અનેક નામે અને રૂપથી પૂજે છે અને આવે છે. આત્મારૂપ પરમાત્મમય સર્વ જી હોવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરુદ્ધ ક્લિાદેને અવિરેધપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓના ભેદનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રકટતી વિષમતાને ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકાર સમાનતાથી સ્વગ્ય કર્મ કરતે છતે મુક્ત-નિલેપ થઈ શકે છે. સમમવમવત્તામાની ક્રિયાના ભેમાં મુંઝાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ
ને સ્વાધિકાર સેવે છે પરંતુ તેમાં આસક્ત થતો નથી તેથી તે વિશ્વવર્તિ ગમે તે ધર્મમાં રહ્યો છતે પરમાત્મપદ પિતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારો અને પાપાચારોથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મક્રિયા અવબોધવી. અવિરતિ સમ્યગદષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્તગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માની ક્રિયાઓ ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતા ગુણસ્થાનકની દૃષ્ટિએ પરસ્પર સાપેક્ષ દૃષ્ટિથી અવલેકતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતું નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકવતિ સર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમોદમાધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતીને અવિરતિ સમ્યગદષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ઠતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતા લાગે ખરું, પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પિતાના કરતાં નીચ સંપાન પર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની ક્રિયાઓ પર પ્રશસ્તભાવ રહે છે. તથા સર્મભાવ વર્તે છે. તેથી તે સ્વમનની સમતલતાને સંરક્ષી સ્વયોગ્ય ધર્મપ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યની ભિત્ર ધર્મક્રિયા એમાં મુંઝાતું નથી. આવી આત્મજ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક, ધાર્મિક પ્રવૃત્તિ કરતે છતો પણ નિઃસંગ