________________
-
-
-
-
-
(૫૮૬).
થી કર્મ
ગ્રંથ-સવિવેચન.
ત્યારે તેમાં કેટલીક મિત્રતા થઈ જાય છે અને મૂલ ઉદ્દેશનું રહસ્ય કેટલીક વખત આરછાદિત થઈ જાય છે. પ્રાચીન ધર્મક્રિયાઓ હોય વા અર્વાચીન ધર્મક્રિયાઓ હોય પરંતુ તેઓના સત્ય ઉદ્દેશો અવધવા અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ કરનારા હોય તે તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી કલેશ કરે ન જોઈએ. જ્ઞાનવડે ક્રિયાઓનાં રહસ્ય અવધીને આત્મજ્ઞાનીઓ સ્વખ્ય ધાર્મિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય માટે યોગ્ય યિાઓને જણાવે છે. તથા મતદાગ્રહતાનો ત્યાગ ધરીને પ્રવૃત્તિને કરવી એવું પ્રબોધે છે. અનેક ધાર્મિક ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાનપૂર્વક આત્મશક્તિને વિકાસ કરો તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીઓ જડસમા અવધવા જે આત્મજ્ઞાની છે તે સર્વ ક્રિયાઓ કરતે છો પણ તેથી મુકત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયાઓ છે તે જડ છે અને તેથી બ્રહ્મ -આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક કિયાઓના બોજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે એગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએવી આવશ્યક વ્યાવહારિક ક્રિયાઓ કરતા તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યાન ન વિમરવું જોઈએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ગ્ય લાગે છે તે યિાને મુંઝાયા વિના સ્વાધિકાર કરે છે. પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તુલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દૃષ્ટિબિંદુથી સાપગી બની ક્રિયા કરવી આત્માના તાબે કિયાએ રહેવી જોઈએ પરંતુ કોઈ પણ ક્રિયાના તાબામાં આત્મા ન રહેવું જોઈએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમ તરતમ યોગ્યતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સદા એક સરખી રીતે ક્રિયા કરવી એ સર્વત્ર ધર્મોમા આવશ્યક નિયમ બંધાતો નથી. અજ્ઞ મનુષ્યો આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રોહિક યિાઓમાં ગુંથાઈને આત્મશક્તિને વિકાસ થાય એવી કેટલીક સત્યવૃત્તિથી દૂર રહે છે તેથી તેઓનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિના વિકાસ થવાના કારણે રૂંધાય એવી કેટલીક રૌકિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તે પણ તે સર્વજ્ઞાપદેશસાનુકૂલ છે-એવો નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષને ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષને ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગચ્છમાં દર્શનેમા ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રરૂપેલી હોય છે પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ યિાઓ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય