________________
(૯૦ )
શ્રી કમગ પ્રથ-સવિવેચન -~~-~ ~*~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~~ -~-~-- જોઈએ. ગુરુએ જે ઉપકાએ કર્યા છે તેનું હૃદયમાં સ્મરણ કરીને ગુરુને હૃદયને સંતુષ્ટ-પ્રસન્ન કરવું જોઈએ. ગુરુએ જે આત્મજ્ઞાનને બંધ આવ્યો છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હૃદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનયપ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણા ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હૃદયની નિર્મલતા થાય છે અને અંત્માની ઉગ્રતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુર્વિશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરા માત્ર પ્રમાદ સેવવો નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના બીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્ય ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યા ત્યાં સ્વદાચાર ઉર્માની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવડે ન અવધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાસુધી મનુષ્ય-ગુરુવન્દન આવશ્યકને ખરેખર આરાધક બની શકતું નથી ધર્મમાર્ગમા ગુરુવિના દુનિયામાં કઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી નથનિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરુવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી ગુરુ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરુના ચરણકમલભંગ બનીને ગુરુવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુને ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનનાં આવશ્યકની આરાધના કરનાર જેન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે–માટે દુનિયાના સર્વ મનુષ્યએ ગુરુવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું.
ગુરુવન્દનમાં આરૂઢ થયેલો મનુષ્ય પુન પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગહરૂપ પ્રતિક્રમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાને અધિકારી બને છે કુંભાર પાસે મિચ્છામિદુક્કડ દેનાર મુલકની પેઠે મિચ્છામિ દુક્કડં દેનાર પ્રતિક્રમણ કરી શકતા નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતું નથી તે પ્રતિક્રમણ કરી શક્તો નથી. દિવસમા ને રાત્રિમાં જે જે પાપો કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુન તેવા પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવધવો. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બેલી જવું અને પ્રતિકમણ એટલે શું ? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું. એમ કહેવાય નહિ પ્રતિકમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હદય પર કંઈ પ્રતિક્રમણુના વિચારોની અસર થતી નથી. ઈગ્લીશ ભાષાના શબ્દોને અર્થ નહિ જાણનાર ઈગ્લીશ ભાષાની કવિતાઓમા પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ