________________
( રાપર )
શ્રી કાગ ગ્રંથ-વિવેચન.
શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાને નિશ્ચય કરીને નિલેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતો તે ખરેખર આત્મન્નિતિના માર્ગથી - ભ્રષ્ટ થાય છે. અતએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિર્લેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરવો જોઈએ અને પશ્ચાત પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત નિર્લેપ વ્યવહાર રાખવે એ કંઈ સામાન્ય બાબત નથી. નિલપ્રવૃત્તિ અને ધર્મ ગુરુની પરિપૂર્ણ કૃપાનિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્વજ્ઞાનિયે ધર્મ કાર્યવડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લેપ વ્યવહાર સંરક્ષવા અધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહંમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાથી સ્વાત્માને ભિન્ન જાણી સ્વક્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતા નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મ પ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય તું નિલેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર, યાવત કાયા તાવત જીવનાદિ હેતુભૂત વ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવ પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાસારિકકર્મ સંબંધથી તું ત્યારે થવાને અને મુક્ત રહેવાને. હે મનુષ્ય! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને વનમાં જઇશ, તે પણ જ્યાં સુધી તે કામ મેહ અને મત્સરાદિ સરકારેને હઠાવ્યા નથી ત્યાંસુધી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યારે ત્યાં તું છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાને નથી. નિલેપ વ્યવહારમાં ન ચાલી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તોપણ અન્ય વ્યવહાર તે કર પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી, તે તું સ્વાધિકારે જે વ્યવહારમા વર્તતે હોય તેમા નિર્લેપતા રહે એ માટે માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત તે સર્ષના વયવહારમા નિર્વિષતા રહી શકે છે તહત કર્તવ્ય કાર્યવ્યવહારમા રાગદ્વેષના અભાવે નિર્લેપતા રહી શકે છે કર્તવ્યકાર્યને નિર્લેપત્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિલેપ, ઉપયોગ ધારણ કરવો જોઈએ. નિલે પવ્યવહારમાં જે જે કષા પ્રગટતા હોય તેનાં કારણે તયાસવા અને કષાને વેગ રોકવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્ય કર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિલેપતા રાખે અને પશ્ચાત્ આગળ વધે–એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં ક ત્તાની પ્રવૃત્તિ છતા તેમાં વૃત્તિ ન રાખવી એજ નિલે પીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્ય કાર્ય