________________
=
-
-
-
-
-
-
-
-
- -
-
-
(૪૮૮)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન ' જ્ઞાનીને પ્રારબ્ધ કર્મસંગતિથી બાહ્ય પ્રવૃત્તિ, થાય છે, અને તે તેને સ્વાધિકારે બાહ્ય વ્યવહાર કર્તવ્ય ધર્મ કથાય છે. આત્મજ્ઞાની શાતા અને અશાતા એ બન્નેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકદષ્ટિ પ્રતાપે બંનેમાં સમાનતા માનીને તેમજ માન. અને અપમાનમાં સમાનતા માનીને તથા સ્તોતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને બાહ્યાધિકારે કરે છે.
વિવેચના–આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાર્થ કંઈક કથવામાં આવે છે. જે આત્મજ્ઞાનીને કઈ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતું નથી અને ન કરતા અલાભ દેખાતે નથી એ આત્મજ્ઞાની શરીરમાં રહે છતા નિશ્ચયત શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દષ્ટિ ટળી ગઈ છે અને શરીરમા છતાં દેહાધ્યાસ જેને ટળી જવાથી વૈદેહ-અવસ્થા થઈ ગઈ છે તે સ્થલ દેહમાં છતાં સ્કૂલ દેહમાં નથી અને તેમજ જગમા છતાં જગતમાં નથી. જગતની દષ્ટિએ જેવા બાહાથી દેખાય છે તે તે નથી. એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા ચોગ્ય વા ન કરવા યોગ્ય તે સર્વે એક સરખું થઈ ગએલું હોવાથી તેઓ બાહ્ય કર્તવ્યાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, જેગી, પીર, જીવન્મુકત મહાત્મા વગેરે નામથી સંબોધાય છે. તેવી દશાવાળ આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે પ્રારબ્ધકર્માનુસારે કરે છે. બાહા દશ્યકાના કર્તવ્યાકર્તવ્યાદિ વિચારેની પિલીપાર જે ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયા છે તે મહાપુરુષ જગમા જીવતે દેવ પરમાત્મા અવ . પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિને તે કરે છે છતાં તે કર્તવ્યવિવેકથી જુદી દિશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણુ કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત તેમા ઉપગ નથી અને નહિકરવાથી તેને કંઈ ન્યૂનતા નથી. આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અપ્રમત્ત યોગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિગીઓના તનથી શોભા રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાથી જગતને ઘણું શિક્ષણ લેવાનું હોય છે. આત્મજ્ઞાની ,કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કંઈ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પિતાને શરીરરૂ૫ માનતા નથી. જ્ઞાની પિતે સર્વ જડ વસ્તઓથી પિતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કલ્પાયેલી શુભાશુભની અસરથી તે મુક્ત થઈ શકે છે; આત્મજ્ઞાની શરીર હણાતાં છતા આત્માને હણત માનતો નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા બળતું નથી. શરીર હતાં છતા આત્મા નિત્ય હોવાથી આત્મા હણાતો નથી; તેથી આત્માને હણાયેલે માનવે એ નૈઋચિકન બ્રાતિ છે. શરીર અનિત્ય છે, શરીર દેહ છે, પણ આત્મા બળતું નથી કારણ કે આત્મા. નિરંજન નિરાકાર નિત્ય તિસ્વરૂપી. છે તેથી તે બળતો નથી. આત્માને બળતો માનવો એ એક જાતની બ્રાન્તિ છે. ભૂતનું