________________
(૫૪૪)
શ્રી કમગ ચંચ-સચિન.
સેવા કરે છે તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. મહાસંઘની સેવા કરવાથી અનેક મહત્યાએનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કોઈને પણ આત્મોદ્ધાર થયા વિના રહેતો નથી. કર્મચગીઓ મહાસંઘની સેવા માટે કંઈ બાકી રાખતા નથી, મહાસંઘસેવા કરવામાં હાર અધિકાર છે પણ તેના ફલની ઈચ્છા રાખ્યાવિના જ્ઞાનગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંઘરૂ૫ સમષ્ટિસાકાર પ્રભુની સેવાથી નિરાકાર સિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
અવતરણ–સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજિકસેવા, કુટુંબસેવા વગેરે માટે કેવી રીતે કર્મો કરવા જોઈએ તે દર્શાવે છે.
श्लोकाः
स्वान्येषां बहुलामः स्यादल्पपापं च जायते। यस्मात् तत्कर्म कर्तव्यं धर्मसेवादिकं ध्रुवम् ।। १३१॥ निर्दोषं वा सदोषं वा धर्माङ्ग कर्म यद्भवेत् । स्वाधिकारवशात्प्राप्तं स्वान्यलाभप्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं संघस्योन्नतिकारकम् । धर्मरक्षककल्पं यत् सुन्दरं परिणामतः ॥१३३ ।। धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् ।
उत्सर्गकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ १३४ ॥ શબ્દાર્થ –જેથી સ્વ અને અન્યને બહુલાભ થાય અને અલ્પ પાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવું જોઈએ. જે ધમાંગ કર્મ હોય અને સ્વાન્યલાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિર્દોષકર્મ હાય વા સદેષકર્મ હોય તે પણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઈએ. દેશકાળાદિની અપેક્ષાવાળું જે સંઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કર્મ હોય અને વર્તમાનમા તથા ભવિષ્યમાં પરિણમે સુંદર ફોત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવું જોઈએ. શ્રીભરતરાજાએ બનાવેલ આર્યનિગમવેદ અને તીર્થકરોએ ઉપદેશેલ આગમે તેથી જે અવિરેાધી હોય અને લોકોને ધર્મસ્થિરતામાં ઉપયોગી હોય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ.