________________
(પપ૬)
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
तयपि धर्ममार्गस्य योग्या कर्मप्रवृत्तयः। . स्वान्यश्रेयस्करास्तास्तु साधयेद् व्यवहारतः ॥ १३९ ॥ निष्क्रिया भावितात्मानो निवृत्तिसाधकाश्च ये। तथापि स्वाधिकारात्ते कर्म कुर्वन्ति बाह्यतः ॥ १४० ॥ स्वाधिकारक्रियां कुर्वन् ज्ञानी ज्ञानादिभिः शुभाम् । साधयेत् पूर्णनिवृत्तिं यथायोगमपेक्षया ॥ १४१ ॥ ज्ञानध्यानादिलीनानां क्रिया नातिप्रयोजना । आत्मानं निष्क्रियं पश्यन् यत्तत्करोति बाह्यतः ॥ १४२ ॥ यावद् बाह्याधिकारस्तु धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी पश्चात्तु विनिवर्तते ॥ १४३ ॥
શબ્દાર્થ –દેહાધ્યાસાદિવર્ધક યિાથી સુખ થતું નથી માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતું નથી. આત્મભિપ્રવૃત્તિ તે ખેદ દુ ખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તો પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપરશ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિક્યિરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાહ્યથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષપણે જ્ઞાનાદિવડે સ્વાધિકાર યોગ્ય ક્રિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનયાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહાયિા નથી, તોપણ તેઓ આત્માને નિષ્ક્રિયસ્વરૂપે અવકતા છતાં જે જે કઈ ઘટે છે તે બાહાથી કરે છે. ચાવત્ જ્ઞાનીઓને બાહ્ય કમધિકાર છે તાવત્ તે તે જ્ઞાની બાહાથી ધસ્ય કર્મ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધમ્ય કર્મપ્રવૃત્તિને સેવ નથી.
વિવેચન –બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ-દુખ પડે એવી કિયાને અવધે છે, તેથી તે બાહ્ય ક્રિયા પ્રવૃત્તિમાં સુખ નથી એ નિશ્ચય કરે છે, માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતો નથી જ્ઞાનીઓના લક્ષણેને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહ્યકર્મની ચેષ્ટાઓને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે? શું કરે? ઇત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીએ છે