________________
( ૫૬૮ )
શ્રી કર્મયોગ અથ– વિવેચન.
અને તેઓ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભ કર્મોને અનેક રીતે સેવીને સવજીવનનો હમ કરે છે. અજ્ઞાની મહાસકત મનુ નામરૂપના મેહમાં ફસાઈને સર્વ મનુચ્ચેના કલ્યાણમાં આત્મા આપી સકતા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખીથી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીર્ણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકળીએ દુનિયાની અદશા ન થાય તે માટે શુભકમેને કરે છે અને તેથી તેઓ દુનિયાપર અનન્તગુણ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાળી કર્મવીરેની બલિહારી છે તેઓ સર્વત્ર વાયુની પેઠે અપ્રતિબદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગ લે છે અને અન્તરથી પુન નિસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકળીઓની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્દભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્ય ભાગ્યશાળી બની શકે છે. મૂઢ મનુષ્યો મેહથી મધ્યસ્થ બુદ્ધિને ત્યાગ કરી દે છે અને તેથી તેઓ અનેક દૃષ્ટિથી સત્ય ધર્મની પરીક્ષા કરવાનું અને સત્ય પ્રગતિને નિર્ણય કરવાને શકિતમાન થતા નથી. મોહરૂપ વિષવિના સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિ અવબોધવી અને મેહરૂપ વિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવબોધવી. મેહ વિના જ્યાં દષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહદષ્ટિથી અનેક શત્રુઓ ઉભા કરવામા આવે છે અને નિર્મોહ દષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્મોહ પ્રવૃત્તિથી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉરચ કરવું જોઈએ. મેહવિના જ્ઞાની ગમે તે દેશકાલજાતિવર્ગમાં ઉભે રહીને ગમે તે પ્રવૃત્તિ કરતે છતે અકર્તા રહી શકે છે. ત્યાગીઓ પણ નિર્મોહ દૃષ્ટિથી વિશ્વજનોનું અનન્તગણું કલ્યાણ કરી શકે છે માટે મૂઢ દશાને ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવા જોઈએ.
અવતરણ.-નિષ્કામ દર્શાપૂર્વક કર્મયોગીઓની પ્રવૃત્તિનું ફલ દર્શાવે છે. તેઓનાં આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે.
श्लोकों निष्कामयोग्यता प्राप्ताः कुर्वन्ति धर्महेतवे । स्वंयोग्यावश्यक कर्म सर्वलोकाः स्वभावतः ॥ १४५॥ स्वाधिकारे रता लोको धर्मकर्मप्रसाधकाः। याता यान्ति च यास्यन्ति मुक्तिं तत्र न संशयः ॥ १४६ ॥