________________
(૫૭૦ )
શ્રી કગ ગ્રંથ-સચિન. ઘસાય છે તેમ હથી આત્મા ઘસાય છે. નિષ્કામદષ્ટિવિના કઈ પણ કર્તવ્ય કાર્યમાં પરિપૂર્ણ સંતોષ અને આનન્દ પ્રગટી શક્તા નથી. નિષ્કામદષ્ટિવિના હર્ષ અને શેકના વાતાવરણથી મુક્ત રહેવાતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કાર્ય કરતાં અનેક જાતની ઈચ્છાઓના ગુલામ બનવું પડે છે. નિષ્કામદષ્ટિવિના શુદ્ધ વિચારને હૃદયમાં પ્રકટાવી શકાતા નથી. નિષ્કામદષ્ટિવિના એગ્ય સ્પર્ધા અને વિષમયપ્રવૃત્તિ સેવાય છે. 'નિષ્કામદષ્ટિવિના ક્ષણે ક્ષણે શાન્તિને અનુભવ કરી શકાતું નથી. અતઓવ આવશ્યક કાર્યો કરવાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવને પ્રકટાવ જોઈએ. સકામભાવથી વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાઘાત, પરમાર્થઘાત, હૃદયઘાત, ધર્મઘાત, પ્રાણઘાત, સત્યઘાત કરીને મનુષ્યો નીચ પ્રકૃતિના દાસ બને છે. સકામભાવથી આત્માની શક્તિની ચંચલતા વધે છે, અને તેથી આત્મસ્થિરતારૂપ ચારિત્રને ઘાત કરી શકાય છે. સકામભાવથી અનેક આવશ્યક કર્મ કરવાં પડે છે અને આત્માની નિસ્પૃહતાને દેશવટે દઈને અન્યની આગળ નિવીર્ય બનવું પડે છે. સકામ ભાવથી મૃત્યુ ભીતિ વગેરે અનેક ભીતિ પ્રકટીને આત્માને ડરાવે છે અને તેથી આત્મા સ્વર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. નિષ્કામભાવની કર્તવ્યપ્રવૃત્તિથી એક જંગલીને જેટલે સંતોષ મળે છે તેટલે વા તેનાથી અનન્તગુણહીન પણ એક સકામી રાજાને સંતેષ મળતો નથી, અને ઉલટું દુખને સાગર તેના હૃદયમાં પ્રકટીને તેમાં તેને બુડાડે છે. સર્વ એગ્ય કર્મને કરવાં તેથી જે ફલ થવાનું છે તે થયા વિના રહેવાનું નથી તે પછી કર્મનું ફલ ઈચ્છવાની શી જરૂર છે? નિષ્કામભાવે મુક્તિફલની પ્રાપ્તિ થાય છે અને સકામ ભાવે સંસારસુખ મળે છે. ક્ષણિક સુખ કરતા શાશ્વત સુખ ઉત્તમ છે, માટે નિષ્કામભાવે કર્મો કરવા જોઈએ. દરેક શુભ પ્રવૃત્તિનું ફલ જાણવું પરંતુ કર્મફલની ઈરછા ન કરવી અને સ્વચ કર્તવ્ય કર્મ કરવું એજ સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં જવાની ઉચ્ચ કુંચી જાણવી. નિષ્કામપણે કાર્ય કરનારાઓના આત્માની દુનિયા પર વિદ્યુવત્ અસર થાય છે. નિષ્કામપણે વફરજો અદા કરનારાઓ દેશનું, વિશ્વનું, સંઘનું, સમાજનું જ્ઞાતિનું, ગચ્છનું, મંડળનું વાસ્તવિક હિત અવલોકી શકે છે અને તે કેઈના દાબમાં દબાઈ જતા નથી. નિષ્કામપણે કાર્ય કરનારાઓ કેઈની પરવા રાખતા નથી અને કેઈની અસત્ય માગણના તાબે થતા નથી. નિષ્કામપણુથી કર્મ કરનારાઓ જેટલું સ્વાર્પણ કરી શકે છે તેટલું સકામદષ્ટિએ કર્મ કરનારાઓ સ્વાર્પણ કરી શકતા નથી. નિષ્કામભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં પ્રભુને વાસ થાય છે તેથી તેનામાં એરજાતની શક્તિ ખીલે છે અને સકામ ભાવથી કાર્ય કરનાઓના હદયમા મોહને વાસ થાય છે અને તેથી તેનામાં શેતાનની શક્તિ ખીલતી જાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ સત્યની ઉપાસના કરે છે, અને સકામભાવથી કામ કરનારાઓ અસત્યની ઉપાસના કરે છે; નિષ્કામભાવથી કાર્ય કરનારાઓને પુરુષની કટિમાં સમાવેશ થાય છે અને સકામ