________________
(૫૫૨)
શ્રી કમગ ગ્રંથ-વિવેચન, શબ્દાર્થ –જેનાથી રાગદ્વેષને ક્ષય થાય અને સર્વ ની ઉન્નતિ થાય તથા આત્મત્કાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવું જોઈએ.
વિવેચન –આત્માની સર્વ શકિતને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે પરિપૂર્ણ સ્કાન્તિ અવધવી. સર્વ જીવની યથાશકિત ઉન્નતિ થાય અને તિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવું શુભ કર્મ કરવું જોઈએ. પિતાના આત્માની અને અન્યના આત્માઓની અવનતિ થાય તે માટે દુઇ પાપી લેકે અશુભ કર્મ કરે છે; જેથી કામક્રોધવાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. રહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઈ તેથી અધુના પણું ભારતવાસીઓ કરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ ફલને તે પ્રાપ્ત કરે છે; અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પિતાના આત્માના જ્ઞાનાદિગુણેની જે જે કર્મો કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી પણ જેનાથી સ્વાત્માની શક્તિને પ્રકાશ થાય છે તે સ્વાધમ છે અને જેનાથી સ્વાત્માની શક્તિને નાશ થાય તે રાગદ્વેષાદિદરૂપ પરધર્મ છે. સ્વધર્મ કરવામા મરણ શ્રેય છે અને રાગદ્વેષાદિમેહરૂપ પરધર્મમાં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા (અજ્ઞાન) પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સર્વસ્વભાવ રમણતારૂપ સ્વધર્મ છે; પિતાની ચેચતા પ્રમાણે કર્મ કરવાં તે સ્વધર્મ છે અને પેશ્યતાવિના અધિકારવિના અનાવશ્યકકર્મ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંઘની પડતી થાય, કુટુંબની પડતી થાય, વણેની પડતી થાય, અને પિતાની પડતી થાય એવાં જે કર્મો હોય તે શુભ કર્મ ગણાય નહી. જેનાથી સમાજમાંથી નૈતિક તને નાશ થાય એવા કર્મોને શુભકર્મ કથાય નહી. વિદ્યા, જ્ઞાન, રોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન વગેરે શુભ ગુણોને જે નાશ કરનારા કર્મો હોય તે શુભ કર્મમા ગણાય નહીં. જે કર્મથી રાગદ્વેષની વૃદ્ધિ થાય અને નાસ્તિક્તાની વૃદ્ધિ થાય તથા જેથી અન્ય લોકોને દરેક જાતની ઘણી હાનિ થાય તેને અશુભ કર્મ કથવામાં આવે છે. સર્વ વિશ્વતિ મનુષ્ય, પશુઓ પંખીઓ વગેરેના ભલામા જે ભાગ લેવાના કર્મો હોય છે તેને શુભકર્મ કથવામાં આવે છે. દેશની, સમાજની, સઘનીકેમની ઉન્નતિ કરનારા ગુરુકુલે, પાઠશાલા. બ્રહ્મચર્યાશ્રમ, વિજ્ઞાનાલય વગેરે જ્ઞાનવર્ધક કમેને શુભકર્મ કથવામા આવે છે. રજોગુણ અને તમોગુણી વિદ્યાને પરિહાર કરીને જે સવગુણ વિદ્યાશકિતવૃદ્ધિકારક કર્યો છે તેને શુભ કમ થવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મસામ્રાજ્યની, ધર્મ અને તેમની જેનાથી પડતી થાય એવાં પરિગુમ થતાં અસુંદર કમેંને અશુભ કર્મ કથવામા આવે છે. ભૂતકાલમાં જે જે કર્મોએ દેશની સમાજની સંઘની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમા તેમાં સુધારો કર્યા વિના ચડતી ન થતી હોય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે, માટે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી,