________________
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
(૫૪૮) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
U - ~~
~~~ મહાન કર્મબંધ થતું નથી. ભરતરાજાએ બત્રીસ હજાર દેશનું રાજ્ય કર્યું પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી અમુક દષ્ટિએ તે કાર્યોની સદેવતામાં પણ નિધ રહી શક્યા તે પ્રમાણે અજે પણ વ્યહિંસાત્મક અમુક કાર્યોમાં સદોષત્વ છતાં અમુક નિલે પદષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કર્મ સદેવ હોય છે પરંતુ તે જ્ઞાનીની દષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કર્મ અમુક જ્ઞાનીની દષ્ટિએ સદેષ હોય છે તે અમુક મૂઢની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધમજી જે કાને સદેષ કશે છે તે કાને નાસ્તિકે નિર્દોષ જણાવે છે. સર્વ કર્મોમાથી સદષત્વમાં અને નિર્દોષત્વભાવના જેની ઉઠી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમજાવોગે શુભાશુભત્વ ન હેવાથી તેઓની કંઈ પણ સદેષત્વ વા નિર્દોષત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી. સુરેએ સમજવું કે કર્મોમાં અમુકાપેક્ષાએ સદષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દોષત્વ છે. આ મામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કર્મો થાય છે તે બંધન માટે થતાં નથી-ઈત્યાદિ સદેષ અને નિર્દોષ કર્મ સંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાની કર્મગીઓથી તેનું સ્વરૂપ અવબોધવું. સ્વને વિશ્વને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદેષ વા નિર્દોષકર્મને કર્મયોગીઓ કરે છે.
જે પરિણામે સુન્દર હોય અને સંન્નતિ કરનાર હોય તથા ધર્મની રક્ષા કરનાર હોય એવું દેશકાલાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મને નાશ થાય એવું દેશકાલાનુસારે કર્મ કરવું જોઈએ. ધર્મની રક્ષા કરનાર કર્મો નહીં કરવાથી સ્વપરની અને સમાજની–સંઘની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિધર્મ છે એવું અવબોધીને સર્વસ્વાર્પણ કરી સંઘરશ્નાદિકાર્યમાં તત્પર થવું જોઈએ. ધર્મરક્ષા અને સંઘરક્ષામાં મહાલાભ અને અલ્પપાપ થાય એવી દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્મ વર્તમાનમાં અસુંદર લાગતું હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અવધાતું હોય તો તેની પ્રવૃત્તિ કરવી જોઈએ. વર્તમાનકર્મપ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દૃષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિરક્ષાદિ કર્મો કરવા જોઈએ. વર્તમાનમા અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્મે અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્મો વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂકમબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામસુંદરતા તપાસવી જોઈએ. પ્રત્યેક કર્મ સંબધી પરિણામસુંદરતા વા અસુંદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનીકર્મચારીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ સંઘન્નતિકારક, દેશેન્નતિકારક, સમાજેન્નતિકારક અને વિશ્વોન્નતિકારક કયા ક્યા કર્મો છે? તેની પ્રથમથી પરિણામસુન્દરતા તપાસવી જોઈએ, અમુક દેશકાલમાં અમુક કર્મ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાગથી સુંદર હોય અને ઉત્સર્ગથી પરિણામે