________________
(૫૩૪).
શ્રી કમલેગ શ–વિવેચન.
प्रातयोग्यप्रवृत्तिस्तु भवाय नैव जायते ।
ધ્યામનેન થાનાર્મર ૨રૂા उत्सर्गकापवादाभ्यां प्रवृत्तिधर्मकर्मणाम् ।
साधूनां च गृहस्थालां द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ શબ્દાર્થ-રાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમર્તવ્ય છે તે ધર્મધ્યાનાદિ સાધવડે ધમ મનુષ્યથી કરાય છે. શુદ્ધ નિશ્ચયત આત્મા તે જ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રહ્મમય થવું ઈત્યાદિ કર્તવ્યકર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યાત્મજ્ઞાની સાધુને પ્રાસગ્ય પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સાધુઓને અને ગૃહસ્થને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મકર્મોની પ્રવૃત્તિ છે.
વિવેચના–ધર્મધ્યાન અને શુકલધ્યાનવડે રાગદ્વેષને ક્ષય કરે એ જ પરમ કર્તવ્ય ખરેખર ધમ મનુષ્યવડે સેવાય છે. રાગદ્વેષના ક્ષયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્દભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની અનન્ત શક્તિ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા ઋષિએ રાગદ્વેષના થયાર્થ એકાત ગુફામાં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમોગુણ રાગદ્વેષમય છે. સંસારનું મૂળ રાગદ્વેષ છે. રાગષના ચોગે અનેક અવતાર ગ્રહવા પડે છે. ધર્મધ્યાનથી અને શુકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શુદ્ધપગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આત્મા તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા તે જ પરમાત્મારૂપ છે. શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામા અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષના આવરણ હળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામા તન્મય થઈ જવું એ જ પરમર્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મોગ સાધવામાં આવે છે તે અવબોધવો. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીઓના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિ શક્તિના પ્રકાશ કરવા માટે તમય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શક્તિને વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકમની કર્તવ્યતા સાધવી એ જ પરમર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને