________________
*(જર૪ )
શ્રી કર્મ
ગ્રંથ-સવિવેચન
תלי
સ્વાધિકારે ઉપગ્રહત્વને આદરવું જોઈએ. આત્માએ શારીરિક આદિ જે જે શકિત ખીલવી હોય છે તેમાં અનેક જીવેનું ઉપગ્રહત્વ ગ્રહ્યું હોય છે. તે પશ્ચાત્ અનેક જીને શરીરાધિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કંઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક-તાવિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઈએ; અન્યને આત્મગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અને જે જે વિવેક દષ્ટિથી, દેય હેય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા માટે અન્યને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કર જોઈએ-અના ઉપગ્રહને સ્વીકારી પિતાના નિર્વાહની ઉપરાત ઘણું ભેગું કરીને અન્ય જીને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે-એજ રાક્ષસત્વ ગણુ શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીના ઉપગ્રહોગ્ય પુદ્ગલ સ્કને બહિર્ કાઢવામાં આવે છે. આપણે જે જે યુગલ સ્કને નિસર્ગ કરીએ છીએ તે અન્ય જીવોના આહારાદિક અર્થે હાઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિષાદિમા પણ અવલોકાય છે. વનસ્પતિ પશુ પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત પુદ્ગલેને આપણે આહારાદિ રૂપે ગ્રહીને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ.
પરસ્પર ઉપગ્રહની આપલેમા સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાથી મુક્ત થયા. સત્ય દયા અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ રાત્રિભેજનત્યાગ આદિ વતેથી -અન્ય જીવો પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણનું સ્વયમેવ ઉપગ્રહત્વ -સમપીને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ ત૫ - અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીલું ઉપગ્રહ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિ૩૫ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણે નિરીક્ષીએ પરસ્પરોપગ્રહત્વ અવલોકાય છે. જલ પુષ્પાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કોઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતા નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકવા અનેક રૂપમા અનેક ભવમા અનેક અધ્યવસાયની અપેક્ષાએ
પ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવો ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પિષે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે, તેની સાથે સ્વસ્વામિરવભાવ ત્યાગપૂર્વક વસતુઓનું તે અને દાન કરી શકે છે, તેમજ અન્યાને