________________
(૪૮૪)
શ્રી કર્મયોગ ગંધ-સવિવેચન.
પ્રવૃત્તિમાં સાક્ષીભૂત થઈને વર્તે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિમાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કર્મથી મુક્ત થતું જાય છે. ભરતરાજા પખંડનું રાજ્ય કરતા હતા પરંતુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દથિી પિતાને રાજ્યાદિના ર્તા માનતા હતા, તથા તેઓ વક્તા હતા છતાં અન્તર્ દષ્ટિથી જે જે વદતા હતા તેમાં અહંત્વાદિત્તિથી નિર્મુકત હતા તેથી મૌન હતા, બાધંકિયાઓને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દષ્ટિએ અક્રિય હતા. તેઓ દેહમાં રહેવા છતા પિતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધમિશ્રયદષ્ટિથી અન્તર્મ અદેહવાન તરીકે પિતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મવેગે પુત્ર પુત્રીઓ કલત્રના વ્યવહારને સંસારદશા પ્રમાણેના સ્વાધિકાર ચલાવતા હતા. ભેજનાદિ પ્રવૃત્તિને કરતા હતા છતાં અન્તરમાં તેઓમાં સ્વત્વ નહિ માનતા હોવાથી તેઓ અલ્પ કર્મબંધ અને બહુ નિર્જ કરતા કરતા છેવટે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવી કેવળજ્ઞાન પામી અનેક ઈવેને ઉપદેશ દઈ મુકિતપદ પામ્યા. રાગદેષને પરિણામ વિના બાહ્ય કાને કરતાં છતાં અને પ્રારબ્ધ વેદતાં છતાં કર્મની નિર્જરા થાય છે-એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુંકત પ્લેકભાવાર્થ અવબોધાય છે. આત્મજ્ઞાનીઓ વ્યવહારદશાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યો કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતા ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું—એ અર્થ કદાપિ લે નહિ. આત્મજ્ઞાન પામીને ચોગ્ય વ્યવહારકર્તવ્યથી જ્ઞાનીઓ પરાક્ષુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમા શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ, સમાજાદિની પ્રર્ગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દષ્ટિમાં ચોગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષા પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ યોગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પધાત રહેતા નથી. જ્ઞાનીઓ અવળેછે છે કે પ્રારબ્ધ આહારાદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક ર્તવ્ય કાર્યોને કર્યા વિના છૂટકે થવાનું નથી અને સ્વાધિકાર વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે વાન્નતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પરોપગ્રહો જીવાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર ને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કર એમ તેઓ અવધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાર્યોને અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદાકરીને માનનો અંતઃ સ્થા એવી વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદર્દીભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીઓ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીઓ નૈયિક દષ્ટિએ શુદ્ધાત્મવરૂપ અવધે છે અને અનુભવે