________________
પ્રથમ કર્મયેગી બનવાનું કારણ?
(૪૩).
—
—
માનીને ચુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે ? આવશ્યક કર્તવ્ય કાર્યાયિામા પ્રાણર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવું જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલેને આત્માર્પણ દષ્ટિએ કર્મચોળી થઈને કર્તવ્ય કાર્યક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબોધાશે. આ પૂર્વે મહાકર્મચગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિચોગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવો જોઈએ અને પાશ્ચાત્યોને અત્રત્ય નિવૃત્તિનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ પ્રવૃત્તિયાગ એ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિની માતાની સાથે નિવૃત્તિયેગની પણ મન્દતા થાય છે અને તેથી નિવૃત્તિ રોગીઓનો પણ નાશ થાય છે. આર્યાવર્તમા જ્યારે પ્રવૃત્તિઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિયોગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધમમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણ આવશ્યક કૌંચકાર્ય કર્યાવિના જીવવાનો અને વિશ્વમાથી કાઈપણ લેવાને અધિકાર નથી. આળસુ મનુષ્યમાં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે, અતએ આળસુ મનુષ્યએ આલસ્યને ત્યાગ કરીને ધમર્થે વા કર્થે અંદગીને ચગ્ય ઉપયોગ કરો જોઈએ અમૂલ્ય છંદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વરોગ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા ઉપરાત સાર્વજનિક આદિ શુભ કર્તવ્ય કાર્યો કરવામાં સ્વસમય અને સ્વશક્તિને ભેગ આપવું જોઈએ જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યકાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અતએ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મનચિત્ત રાખવું જોઈએ અને અન્ય નકામી બાબતમાં મન, વાણી અને કાયાને ઉપયોગ ન કરવો જોઈએ. રાજાને પ્રતિબંધ દે, સભાઓમાં હાજર રહેવું. ચતુર્વિધ સંઘના કાર્યો કરવાં, આવશ્યક ધર્મકાર્ય ક્રિયાઓ કરવી, ગ્રન્થ રચવા, નવીન ચોગ્ય શિષ્યો કરવા. વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે-શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતું તેથી તેઓ જૈનેના ઉપર માપકાર કરી ગયા છે, કે જેને જૈનમ પાછો વાળવાને શકિતમાન નથી શંકરાચાર્યને, ગૌતમબુદ્ધના મહમ્મદ પિગ બરને, ઈશને અને શ્રી મહાવીર પ્રભુને કર્મવેગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત કરવામાં જે જે આત્મભેગો આપ્યા છે તેને ખ્યાલ આવશે. જે સ્વાસ્તિત્વસંરક્ષક વિચારો અને આચારોને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તે પ્રથમ કર્મચાગી બનવું જોઈએ સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારે અને અચાને વિશ્વમાં