________________
આધકાર વિના ક્રિયા ન કરવી
(૪૬૯)
થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મન રહેવું એ સ્વકર્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણાત તણુતે ત્યાં તેમણે દીઠે. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હસ્તમ ઝા. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યો પુનઃ તેને તણુત દેખીને તેને હસ્તમાં ઝાલ્ય. વિંછીએ પુનઃ તેના હસ્ત પર ડંખ માર્યો. એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તે પણ મહાત્માએ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં મદ્ભૂલ રહીને તેને બહાર કાઢ્યો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદીકાઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે- અરે મહાત્મન ! તને વૃશ્ચિકે ડખો ચાર પાચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢ્યો ? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્ત વ્યકર્મપ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાથી કર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગતને આપ્યું અને મેં મહાત્માના સવભાવ પ્રમાણે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સેવી મૌન રહી જગને કર્તવ્યકર્મને બોધ આપે. આ ઉપરથી સાર એ લેવાનો છે કે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી મનુષ્ય મૌન રહ્યો છતાં પણ જગતને ઉપદેશ આપે છે, માટે સ્વઆવશ્યકફરજના અનુસારે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી જગશાલાના જીવને ઉપદેશ દેવા જોઈએ.
અવતરણ-કર્મયોગીને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મક્રિયાને અધિકાર છે તાવત તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઈત્યાદિ દર્શાવે છે.
श्लोको यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ।। तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥ ७५ ॥ यस्ययांयांकियां कर्त-मधिकारो न युज्यते ॥
कर्तव्या तेन सा नैव यतोऽधिकारिणिक्रियाः ॥ ७६ ॥ શબ્દા-જેને જ્યા સુધી જે કર્તવ્ય કર્મની ક્રિયા કરવાનો અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની ક્રિયા તે તે કર્તવ્યકર્મના અધિકાર પર્વત કરવી જોઈએ અને જેને જે ક્રિયા કરવાનો અધિકાર નથી તેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે ક્રિયાઓ શોભે છે અને વપરફલપ્રદા થઈ શકે છે.