________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
w
wwખ્ય
( ૩૫૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
- ~-~~-~ ~ ~ ~-~વિપત્તિ વા ભયની ઉલ્લોલતાથી તે જીવનનૌકા ટકાવ કરી શકે કે ઉછાળા મારી ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાડમુખ થવું ન જોઈએ. મારા પ્યારા પૌત્ર બેદારબષ્ઠની ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જો કે બેદારબષ્ટ્રની સાથે મારે મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમા શું ભર્યું છે તે પરમાત્મા જાણે. સ્ત્રીઓના મૂર્ખ અને અસ્થિર વિચારોમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય ? આ સર્વે મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ ! સલામ ! ! સલામ ! ! !
વતીય પત્ર, - શાહજાદા અજીમ ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયો છું અને મારા સઘળા અંગ શિથિલ થઈ ગયા છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિવાર વીટળાયેલું હતું પણ હવે હું એકલો જાઉં છું. હું જાણતો નથી કે આ જગત્મા મારૂં આગમન શા માટે અને કેવી રીતે થયું ? મારે જેટલો સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયે છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરું છું. હું આ દેશ અને લોકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત પણ કલ્યાણ કરી શકે નહિ. મારૂ જીવન મિસ્યા ગયુ. પરમાત્મા મારા ઘટમાજ વસે છે પણ મારી અંધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલે સમય પાછો આવતું નથી. મારું પરલોકમા પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચમે શેષ રહેલા છે . ગભરાયેલા સૈન્યવત્ મારી અવસ્થા છે. મારું હદય ઈશ્વરપરાતમુખ અને અશાંતિવાળું છે. તેનું રાજ્ય જરામાત્ર છે કે નહિ તે મારૂ હદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યો ત્યારે મારી સાથે કાઈ લા નહેતે પણ હવે મારી સાથે પાપની પિટલી બાધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ગવવી પડશે. જે કે મને પરમાત્માની કૃપા ઉપર કાઈક શ્રદ્ધા છે પણ હું મારા પાપને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું; જ્યારે મેં પિતે અગણિત જનોની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાને હું શી રીતે વિશ્વાસ રાખી શકું ? જે થવાનું હોય તે થાઓ. મેં મારી જીવનનીકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે... સલામ ! સલામ !!
चतुथ पत्र. કામબન્શ' મારા હૈયાના હાર ......હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને