________________
(૪૧૦ )
શ્રી કર્મવેગ ગ્રથ-સવિવેચન. શું છે તેને સમ્યગ્ન નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ-ધર્મનીતિ-સમાજવ્યવસ્થા-સંઘવ્યસ્થાવિદ્યાપ્રવૃત્તિ વ્યવસ્થા--આજીવિકા હેતુભૂતકૃષિકર્માદિવ્યવસ્થા ગૃહકર્મવ્યવસ્થા-ત્યાગાવસ્થા વ્યવસ્થાસાર્વજનિકહિત પ્રવૃત્તિ-નિયમવ્યવસ્થા અને ચાતુર્વણિક ગુણકર્મવ્યવસ્થા ઈત્યાદિનું સમ્યગ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉલ્કાન્તિને પરસ્પર અનેકનયષ્ટિએ શું સંબંધ છે તેને સમ્યગૂ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદરતી પ્રગતિ નિયમના અવધકે આ વિશ્વશાલામા કદી પારdવ્ય દશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વત ત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વસંરક્ષકદષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સ રક્ષવા યોગ્ય છે. વિશ્વશાલાના કુદરતી નિયમોને કદાપિ કેઈ મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી બની તેઓના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશાલામાં જે જે પદાર્થો કુદરતના કાયદાને અનુસરી ગોઠવાયા છે તેમાં કુદરતનું ડહાપણ છે. તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તો પણ અને ચાલવાનું નથી એવું વિચારીને કુદરતના કાયદાઓનું સૂક્ષ્મ અવલોકન કરી વિશ્વશાલાની સાથે સ્વસંબધ જે છે તે નિર્ધારી આન્નતિના માર્ગ ઉપર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાના શિષ્યનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિસ્મર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિષ્ય બનતું નથી તે વિશ્વશાલાને ગુરુ બની શકતું નથી; અતએ વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવેને હદયમા ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અગ્રપ્રગતિમાન થવું જોઈએ. દેના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબેધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેના ક્રમમાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી સન્નતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત્ પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મન્નિતિ સાધક કર્મયેગી બની શકાય. વિશ્વશાલામાં નતિસાધક ચાવીસ તીર્થકર થયા તેઓએ સ્વનતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધમહમદ પેગંબર-જરસ્ત-કણાદ-પતંજલિ-જૈમિની–ગૌતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામાનુજ-વલ્લભાચાર્ય-ચેતન–કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં ક્ષતિસાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલો કરી સમ્યગૂ નિર્ણય કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈઋચિક પ્રગતિના માર્ગો કયા કયા છે અને પૂર્વમુનિવરેએ