________________
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
(૪૧૪).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
નું સમ્યફ સ્વરૂપ વિચારી તેને નિશ્ચય કરી શકાય. ગૌતમબુદ્ધ વિશ્વશાલામાં નતિ કરવાને પર્વતે-નદી-ગુફાઓ અને ઉપવનેના એકાન્ત રમણીય સ્થાને આશ્રય લીધે હતા. શ્રીસર્વજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાને આશ્રય લીધું હતું અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈસુ કાઈસ્ટ દરિયાકાંઠે વગેરે. રમણીય સ્થાનમાં આ વિશ્વસંબંધી વિચારે કરતે હતું. મહમદ પયગંબરે પર્વતની ગુફાઓમાં બેસી કુરાનના નિયમોને હૃદયની બહિર્ કાઢ્યા હતા. શંકરાચાર્યે નર્મદાનદી વગેરેના સ્થાનમાં રહીને વિશ્વશાલાના તને અભ્યાસ કરી અદ્વૈતવાદની દષ્ટિપર આરોહણ કરી ઉપદેશ દીધું હતું. વિશ્વશાલામાં એક એક દષ્ટિના બે બે દષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરંતુ સર્વથા સર્વદા સર્વદષ્ટિના સંપૂર્ણ ગૃહસ્થોને સંપૂર્ણપણે અવલોકનારાઓ તે કેઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે ન્નતિકર્મસાધક બની શકે છે અને તે સ્વકર્તવ્યકર્મમા મેવત સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેક પ્રકારના અનુભવને અભ્યાસ કર્યા કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કોઈ પણ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવેને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતો જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુસંબધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અએવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સગો અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમા કટિ ભેદ પડે તો તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જ્ઞાન કર્મવરણ ક્ષપશમ અને શિક્ષણીય સંગને આભારી માની સાપેક્ષષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતા અનુભવોની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવનો અનઃ સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ અનન્દાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેરે ક્ષયોપશમભાવે ઉદ્ભવે છે તેઓને પિતાની પ્રાપ્તિ ન હોવાથી તેઓ અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યા વિના પ્રવતીને તિકર્મસાધક બનવું જોઈએ. ન્નતિકર્મસાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવર્તતા અનેક વિદને દ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારનો અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે.