________________
(૪૧૮ ).
શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન.
ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્ય૫ અજીવ પદાર્થની સહાય વિના સંયમની આરાધના થઈ શકતી નથી. ગમે તે જીવ બલવાનું હોય તથાપિ પુદ્ગલની સાહાચ્ય લીધા વિના તે કઈ પણ શુભકાર્ય કરવાને અને 'આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઈ શકે નહીં. વજૂષભનારા સંઘયણ વિના પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી તેથી પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્ક ધ રૂપી છે અને તેની સર્વ દશ્ય વસ્તુઓરૂપ મૂર્તિ વિના ક્ષણમાત્ર અને જીવનવ્યવહાર નભી શકે તેમ નથી, માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગને ઉપગ્રહ લીધા વિના કેઈ પણ જીવ પિતાની ઉત્ક્રાંતિ કરી શકે તેમ નથી. યુગલસ્કને સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની શકે છે અને અવનતિમા પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલરકંધરૂપ દશ્ય જગતનું અવલંબન લેતો લેતે જીવ મનુષ્યભવપર્યત આવી પહોંચે છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ પાછો વાળવાને યોગ્ય શક્તિમાન બને છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને કાલને ઉપગ્રહ લઈ આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈશ્ચયિક પ્રગતિ કરી શકે છે, તેથી અજીને જીવે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રવ્યોને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પોતાની ફરજ પિતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, અને કાલ પિતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમા જીવ દ્રવ્ય નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યમાં રહેલી ક્રિયાઓ વડે દ્રવ્યો પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મચાગ જાણ અને તે વસ્તુધર્મની પ્રવૃત્તિથી જીવે તથા અજી પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જેના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મચગવડ અ ને ઉપગ્રહ છે અને જીની સ્વસ્વ ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મચગવડે જીને પરસ્પર ઉપગ્રહ છે. અજીના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવત: સિદ્ધ થાય છે. એક જીવ પિતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદ્ગલરક છે તો અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણભૂત હોય ને હેય છેજ સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થકર જ્યારે બાર પર્ષદા આગલ દેશના દે ત્યારે પર્ષદાના મનુષ્ય તીર્થકરના હદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રીતીર્થ કર ભગવાનનું કેવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યના હૃદયને અસર કરી શકતું નથી; પરંતુ તીર્થકર પિતે ભાષાવર્ગદ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યના કર્ણમાં પ્રવેશી હદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી તે ભવ્ય મનુષ્ય બોધ પામી સર્વવિરતિચારિત્ર દેશવિરતિચારિત્ર વિગેરે ગ્રહણ કરે છે. તીર્થકર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલે તે જડ છે. તીર્થંકરનામકર્મના દથિકભાવે