________________
( ૩૭૪)
શ્રી કર્મગ 2થ–સવિવેચન
શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યાકૃત્યવિવેકવડે જે કાર્ય કરવા ગ્ય હોય તે કરવું. આત્માને સુખ આપનારું એવું કાર્ય સેવવા ગ્ય છે. કર્તવ્ય કાર્ય કરતા કદાપિ શોક કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શેક ન કર—એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્નવડે કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચન–જે મનુષ્યો કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓજ કર્મવેગી ખરેખરા બની શકે છે. કર્મવેગી તરીકે દાદાભાઈ નવરોજજી મિહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગણાય. તેનું કારણ એ છે કે તેઓ કત્યાકયના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોને વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મવેગી તરીકે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિની કૃત્યાકૃત્યવિવેકથી પૃથક્કરણતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યાકૃત્ય વિવેકવડે કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષી હતી, પરંતુ કૌરવોએ કૃત્યાકૃત્ય વિવેકની દષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અને કોરોને પરાજય થયે અને પાંડવોને જ્ય થશે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તે સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શકે પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સોમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્ય વિવેકદૃષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રી કુમારપાલરાજામા કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીલ્યો હતો તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામા કૃત્યાકૃત્ય વિવેકની ઘણું પામી હતી તેથી તે સર્વે પ્રજાનો પ્યાર મેળવી શકશે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહોમાં કૃત્યાકૃત્યને વિવેક ન હતું તેથી તેઓએ કેટલીક ધમધપણાથી નકામી લડાઈઓ કરીને હિન્દુઓની અરુચિ વહેરી લીધી કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લૌકિક બાબતમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનભવાય છે. કત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પોતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કર્તવ્ય સાર્વજનિકા કરવામાં અથવા વ્યકિત સંબંધી કાર્યો કરવામાં કૃત્યાકૃત્યના વિવેક વિના એક