________________
-
- - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૩૯૪ ).
શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન.
એમ વસ્તુતઃ અવધી આત્માની શકિત જે જે માર્ગે ખેલે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હેય છે અને આત્મસ્વતંત્ર દષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે, તેઓ વિનતિ, સમાજેન્નતિ, સ્વાતિ આદિ અનેક ઉન્નતિને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચું ઉતારે છે અર્થાત્ કથવાને સારાંશ એ છે કે-આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્ય કાર્યોની આત્મશ્રદ્ધામા મરણ જીવન જેઓને સમ ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાન્તિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુકવર્ગ સ્વર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે અને જ્યારે તેઓ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિધવર્તિ મનુષ્યોના દાસ બની પરતંત્ર શુકાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યા આત્મશ્રદ્ધા વિનાના મધ્યે પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુષ્યની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યોમા કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યાવર્તના અનુષ્યોમાંથી જ્યારથી કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરોપ વગેરે દેશમાં આગગાડી ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શોધ થઈ તેમાની એક પણ વા તેના સરખી એક પણ શોધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મનસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાતે ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્ય કાર્યોની આત્મશકિત શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માસના લોચાના જેવા ચૈતન્યહીન દેખાય છે. તેઓના સુખપર કર્તવ્ય કરવાની શકિતની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું તે બનશે એ ભાવિભાવ એકાન્ત ઠસી ગયો છે. તેથી તેઓના ચહેરાઓ ઝાંખા દેખાય છે આવી આત્મશ્રદ્ધાની શિથિલતામા જે તેઓ પોતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તે ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અહિંથી મૃત્યુ પામી અન્ય ભવમા પણ પરતંત્ર દુખી ગરીબ કંગાલ પરાશ્રયી અને અન્યોની ઈચ્છાપર જીવનારા બની રહેશે. આત્માની જ્ઞાનાદિક શકિત ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિશ્વવર્તિ જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને અધિકારી બની શકે છે. ત્યારે ત્યારે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આત્મશકિતની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે