________________
( ૩૮૪)
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન
ઘટે છે ત્યારે તેને શું કરવું ? તેને ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દઢતાથી પ્રયુક્તિવડે પ્રારંભિત કાર્ય કરવું. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કર્યો કરવામાં આત્મશક્તિથી વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સંકલ્પની દૃઢતા એ અગ્નિગાડીના એજીન જેવી છે. તેનાથી સર્વ કાર્યસિદ્ધિકર સામગ્રીઓ પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પની દઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરુપર્વતવત્ સ્થિર રહી શકે છે. દઢ સંકલ્પથી મનુષ્ય આ વિશ્વમાં જે ઈરછે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તે શું કહેવું? જે મનુષ્ય દઢ સંકલ્પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પષની મહાલાભદષ્ટિએ અને સ્વાધિકાર કર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઈએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમા યુક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિ વિનાને ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કર્તવ્યર્મથી મૂર્ખતાગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધાપુચ્છ પકડનારની પેઠે મૂર્ણ ભેળે મનુષ્ય અકર્તવ્ય કાર્યને કદાગ્રહ કરી આત્મશક્તિને દુરૂપયોગ કરે છે; અતએ જે નહિ કરવા લાયક કાર્યો છે તેને પ્રારંભ કરવો નહિ અને કદાપિ મતિષથી કાર્યારંભ કર્યો હોય તે પણ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુકત થવું. એક નગરમાં એક શેઠાણને એકનો એક ભેળે નામે પ્રિયપુત્ર હતું. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેળાનું પાલનપોષણ કરી તેને માટે કરતી હતી. એક દિવસે મેળાની માતાએ સ્વપુત્રને પ્રસંગોપાત્ત કર્યું કે પુત્ર ? તારા બાપના જેવા ગુણે ધારણ કરવું હારા પિતાશ્રી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઈ પકડતા તેને કદાપિ ત્યાગ કરતા નહતા. ત્યારામાં એ ગુણ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારે થઈશ. પુત્રે પિતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારંભીશ તે પિતાની પિઠે ત્યજીશ નહિ, તે માટે હું બનતા પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભેળા પુત્રના શબ્દથી માતા ખુશી થઈ અને પુત્ર વિશ્વવ્યવહારમાં કંઈ કરી બતાવે તે અવલેવા આતરતા ધારણ કરવા લાગી. ગામમાં ચોટામાં એક દિવસ ધાબી કઈ પકડે કોઈ પકડે એવી બૂમ પાડી દેતા હતા. ભેળાએ બેબીની બૂમ સાભળી અને તેની પાસે થઈને દેડનાર ગધેડાનું પુચ્છ ઝાલ્યું (પકડયું) અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે કેઈ કાર્ય પ્રારભવું તે પશ્ચાત્ તે પાર પાડવું–તેને ત્યાગ ન કરવો આજ મારી માતાને કાર્યસિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનું પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગે. ગધેડ મસ્ત હેવાથી તેણે ભેળાને ખૂબ લાત મારી તોપણ તે પુરછ ત્યર્યું નહિ. તેના શરીરે ઘણી લાતો વાગવાથી તે બેશુદ્ધ થઈ ભૂમિ ઉપર પડયે તેને તેના ઘેર લઈ ગયા.