________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
(૩૬૮)
શ્રી કર્મયોગ ગ્રથ–સવિવેચન.
થયે. શ્રીકૃષ્ણ અનેક મનુષ્યને ચારિત્રમાર્ગમા જાગ્રત કરવાને અને રહેવાને સાહાચ્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદ કાર્યો કરવામાં મેહનિદ્રા ટળે છે તેજ પ્રવૃત્તિ થઈ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળામા રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયે સેવવા. મોહનિદ્રા ટળ્યા વિના અંતરમાં રહેલા ચેતનજી જાગ્રત થઈ શક્તા નથી. વિશ્વવર્તિજી મેહનિદ્રાના ઘેનમાં ગાંડા થઈ ગરીબડા બની ગયા છે. મહનિદ્રાનું જોર ટાળવાને માટે આત્મજ્ઞાની ગુરૂના ચરણકમલમા ભંગસમાન બની જવાની જરૂર છે. જેઓ જાગ્યા છે તેઓજ અન્યજીને જાગ્રત કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની તિરૂપ બનેલ પદાર્થ હોય છે તે અન્ય કાષ્ઠને અનિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કમલેગી વો રાગી બની મકાતું નથી, આત્માને જાગ્રત્ કરે એ મહા મુશ્કેલ કાર્ય છે તે પણ શ્રી ગુરુકૃપાથી તે સહેલ કાર્ય થઈ પડે છે મેહનિદ્રાને ત્યાગ કરવાના સર્વ ઉપાયોમાં શ્રી સદ્ગુરુની સેવા એ મહાન ઉપાય છે તેથી મેહનિદ્રાને ત્યાગ થાય છે અને હું ? મારે શું કરવાનું છે ? વ્યષ્ટિ અને સમષિને શું સંબંધ છે ? વગેરે સર્વને સભ્યપ્રકાશ થાય છે. જેણે મેહને ય કર્યો તેણે સર્વત્ર વિશ્વ પર જય મેળવ્ય એમ અવધવું. કામ ક્રોધ લોભ અજ્ઞાન માન એ સર્વ પ્રકૃતિ મેહનીય કર્મના વિભાગે છે અને એ મોહને જ કર્યા વિના અનન્તસુખને માર્ગ ખુલ્લો થતું નથી કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચાર કરવા એ એક જાતની નિદ્રા છે. મોહનિદ્રાને જીતવા માટે અન્તરમા આત્મા અને જડની વહેંચણી કરવી જોઈએ. રાગદ્વેષની વૃત્તિ એજ મેહ છે અને એ મેહરૂપ નિદ્રાને ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઈએ. મેહની નિન્દમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તર શત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલો હોય છે. પૃથુરાજ પોતાની સ્ત્રી સ યુક્તતાની સાથે મેહનિદ્રામા ઉઠે તેથી શાહબુદ્દીન ઘોરીને આર્યાવર્તની પરતંત્રતા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયે શાહબુદ્દીન ઘોરીની સામે પૃથુરાજે યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઈ કે તેથી તેને પશ્ચાત્તાપ થયો. રણસંગ્રામમા પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છોડી દીધું એજ તેની ભૂલ હતી બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીન ઘેરી જેવો શ માથે છતા તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહેચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન કરી રાખી શત્રુ પિતાના દેશમાં આવી શકે જ નહિ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાય લેવા એ મહનિદ્રાનું જોર ટાન્યા વિના બની શકે નહિ; ચેતનજી જ્યારે મેહનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રવ્ય શત્રુઓ અને રાગાદિક ભાવશત્રનું જોર વધી પડે છે અને તેઓ ખરેખર ચેતનજીને મારકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્યવ્યાપાર-સત્તા વગેરે બાહ્યસપત્તિને લઈ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતા મોહનિદ્રાનું અત્યંત પ્રાબલ્ય વર્તે છે અને તેથી મનુષ્ય જીવતા છતા યાત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલા મડદાં સમાન બની જાય છે,