________________
-
-
- -
- -
-
- -
-
- -
-
-
-
-
-
( ૩૩ર).
શ્રી કર્મળ ગ્રંથસવિવેચન.
-
*
થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુણ્યગે યશ કીર્તિ અને પાપોદયે અપકીર્તિ વગેરે થાય છે, પરંત આત્મામાં નામરૂપ ન હિવાથી તે બન્નેથી ભય પામવાનું કે કારણ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામ એ આત્માને ધર્મ નથી; અએવ કર્મ સંબધે ઉઠેલ નામરૂપ પ્રપચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે? ના. તેમ ત્યારે પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનદરૂપ છે તે હારે શા માટે બીવું જોઈએ. હારૂં નિર્ભય સ્વરૂપ છે. હારા આત્માના એક પ્રદેશને કેઈ નાશ કરે એ કઈ જડ પદાર્થ નથી અને જે આત્માઓ છે તે સ્વાત્મા સમાન છે તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલ્પનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એ પરિપકવ દઢ અનુભવ કરીને આત્માનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપે આત્માને માની પ્રવર્તવું જોઈએ. તથા ભયની પતીને પગ તળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અઘ છે, અભેદ્ય છે અને નિર્ભય છે એ એક વાર અનુભવ આવતા માયા-પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દે જીતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે. તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાદા વિશ્વપર યે મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતા કરતે આરહે છે. નામરૂપના સંબંધે મોહની વૃત્તિનું અન્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્ય પાય છે. આવી રીતે જિન' થવાની’ કમણિપર આરેહવું હોય તે આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી ર્તવ્ય કાર્યો કરવો જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખ !!! અને અનેક દેવ હારી સામા આવીને કર્તવ્ય કાર્યોથી પરામુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તે પણ તેઓને આત્મરૂપ માનીને તેનાથી જરા માત્ર ભય ન પામ !!! શ્રીવીરપ્રભુના આનન્દાદિશ્રાવકોને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી પરંતુ તેઓ ભય પામ્યા નહીં ત્યારે દેવતાઓ તેઓની આત્મદશાથી પ્રમુદિત બન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણુમાં તેઓની પ્રશંસા કરી. શ્રીનમિરાજર્ષિને ચારિત્રમાર્ગમાંથી ચલાવવાને માટે ઈન્કે તેમની નગરી અને રાણીઓને બૂમ પાડતી દેખાડી અને નમિ રાજર્વિને કહ્યું કે ચારિત્ર્યનો ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કરે. તમારૂં સર્વ બળી ભમસાત્ થઈ જાય છે-તેનું રક્ષણ કરે, રક્ષણ કરોઇત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાથી ચળાવવાને વચને કચ્યાં; પરતુ નમિરાજર્ષિ સ્વર્તિવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટું કથવા લાગ્યા કે