________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
(૩૪૦ )
શ્રી કમગ સંથ-સવિવેચન.
સલાહ લેવી એ સહુરૂષની સમ્મતિ અવબોધવી. પાંડ તરફથી દુર્યોધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણ પાડાની સાથે યુદ્ધ કરવામા આર્યાવર્તની પડતી છે, લાખ મનુષ્યોના નાશપૂર્વક તમારો નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવું જોઈએ ઈત્યાદિ શુભસમ્મતિ-સલાહ આપી પરંતુ દુર્યોધને કૃષ્ણની સમ્મતિને હસી કાઢી અને ઉલટું કૃષ્ણને કેદખાનામા નાખવા વિચાર કર્યો, તેથી અને મહાભારત યુદ્ધ શરૂ થયું તેમાં અને કીર હાર્યા, અઢાર અક્ષૌહિણી સૈન્યને નાશ થયે અને પાડો રાજ્યગાદી પર બેઠા. સત્યરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કૌરવોને નાશ થયે. જ્યારે મુંજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંહ્યું ત્યારે મુંજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધને નિષેધ ક્યું. પ્રધાને મુંજને અનેક હેતુઓ પૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી, પરંતુ તેને મુંજરાજાએ તિરસ્કાર કર્યો તેનું પરિણામ એ આવ્યું કે તે યુદ્ધમાં હાર્યો અને પકડાયે; તેને તૈલપરાજાએ કેદખાનામાં નાખ્યો. મુંજના પ્રધાનેએ મુંજરાજાને કેદખાનામાથી છોડાવવા માટે નગરની બહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરગ બેદી અને કોઈને કશ્યાવિના તરત નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુ જો પ્રેમ કેદખાનામા આવનાર તૈલપની બેન સાથે બંધાઈ ગયે હતો તેથી તે તેને લઈને સુરંગદ્વારા બહાર આવવાનો નિશ્ચય કરી તૈલપની બેનને સર્વ વાત કહી દીધી; તેથી સુરંગની વાત તૈલપરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને ચત્તે મુંજરાજાનું શિરછેદી નાખ્યું. સુરંગથી બહાર આવવાની વાત કોઈને પણ ન કહેવી એવી પ્રધાનની સમ્મતિને પણ મુંજે ન માની તેથી તે ભૂડા હાલે મર્યો. તેણે પ્રધાનની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરંગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્યરૂષેની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયું. આ ઉપરથી સાર એ લેવાને છે કે પિતાના કરતા વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્યની કર્તવ્ય કાર્યમાં સલાહસમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્ય આવશ્યકતા સ્વીકારવી જોઈએ અને સૂપચગદષ્ટિવડે કાર્ય કરવા જોઈએ કે જેથી કોઈ જાતની ગફલત થઈ શકે નહિકરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સેવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિથી સમજા તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજનના અગ્રગાય શેઠીયાઓએ કર્ણઘેલાને અનેક રીતિએ સમજાવ્યો અને માધવની સાથે સલાહ કરવાનું કહ્યું, પરંતુ રાજહઠ બાળહઠ યોગીહઠ અને સ્ત્રીહઠમાંની રાજહઠને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યો, તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલ્લાઉદ્દીન બાદશાહની સાથે ગોઠવણ કરી અને દિલ્લીના અલ્લાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતા તેના અવિચારી સ્વભાવને લીધે