________________
અહતાને ત્યાગ.
(૩૦૧).
પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓનો ઉપયોગ શખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપગવિના પ્રમાદ થશે અને તેથી કાર્ય પ્રવૃત્તિમાં અનેક ભૂલે થશે એમ અવબોધીને ઉપયોગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યા ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધે ત્યારે જલમા પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી વનમા કાત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વિલિયે વીંટણ અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા, આવી તેમની સ્થિતિ છતા તેમને કેવલજ્ઞાન થયું નહિ. શ્રીષભદેવ ભગવતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મોકલ્યા. બાહુબલી પાસે ગમન કરી બેને કહેવા લાગ્યાં કે વીરા મારા થી ૩, ૪ હે વ = દોરેથી મોr ઈત્યાદિ આવા વચને શ્રી બાહુબલીના કર્ણમા અથડાઈને બાહુબલીના ફંદયમાં ઉતરી ગયા. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઉતરે. ગજપર ચઢવાથી કેવલજ્ઞાન ન થાય. શું હું હાથીપર ચઢયે છું? ના હું હાથીપર ચઢ નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તે ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરું છું. હું ગજપર ચઢ નથી તે પછી ઉતરવાનું તે કયાંથી હોય ? એવામાં પુન બેનને મધુર સ્વર કાનમાં અથડા કે ઘી નો ઝઘડતો જા રે ૪ ઘર –વીજ અરે હું હસ્તીપર ચઢેલો નથી અને બહેન કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતા કેવલજ્ઞાન ન થાય એમ કહે છે ? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બહેન અસત્ય તે બોલે નહિ. બહેન કહે છે તે ખરૂં કથે છે પણ હું તેનો ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતા બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાનરૂપ હસ્તી પર ચલે છું. મારા લઘુ બા પ્રથમ દીક્ષા લીધાથી શ્રી કષભદેવ પ્રભુ પાસે જતા તેઓને વંદન કરવું પડે, હું તેમને કેમ વાંઢું? ત્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાને વાદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરું છું પણ કેવલજ્ઞાન થતું નથી. બહેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચટતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે-એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાધવેને વંદન નિમિત્ત અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડ કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું, ત્યારે બાહુબલીને ઉપયોગ આવ્યો ત્યારે તેમણે સવભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાને છે કે પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું કે જેથી ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સર્ચલાઈટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સાહાય મળે છે તેના કા ઉપગથી પ્રત્યેક કાર્યમાં અનનગુણી સાહાય મળે ખરેખર હૃદયમાં અવધારવું. ઉપગ એ પ્રત્યેક કર્તવ્યર્થની ચારે તરક્કી