________________
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૩૧૦ ).
શ્રી કગ ગ્રંથ-સવિવેચન
સ્વરૂપ છે? તે સમ્યગૂ અવધવું જોઈએ. પ્રીસ્તિધર્મણિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રથોદ્ધારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવું જોઈએ. પારસીઓના જરાસ્તની ધર્મણિએ તેઓના માં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યમ્ સ્વરૂપ જાણવું જોઈએ; પ્રાચીનકાલમા આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હોય તેઓમાં આત્મા અને કર્મ સંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવધવું જોઈએ. આત્મા અને કર્મસંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખારા અવબોધવું જોઈએ આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દર્શનકારના તતસંબંધી વિચારેનું મધ્યદષ્ટિએ મનન કરવું જોઈએ. ધર્મશાસ્ત્રો દ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવબોધવામા કુલધર્મશગદષ્ટિ, પરંપરામન્તવ્યદૃષ્ટિરાગ, પક્ષાગ્રહિતમન્તવ્યદષ્ટિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિતરરિાગ વગેરે દષ્ટિરાગોના લેને દુર કરી આત્મા અને કર્મસંબંધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઈએ. ઉપગ્રહ દષ્ટિએ સર્વ ધર્મોના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કોઈના પર તુરછકારદષ્ટિથી ન અવલોકતાં તેઓએ વિબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલું છે તેને પરિપૂર્ણ સાપેક્ષદષ્ટિથી નિર્ણય કર જોઈએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવાથી કર્મના ગે ઉત્પન્ન થએલ અહેમમત્વ સંસ્કારને દૂર કરી શકાય છે, અએવ ઉપર્યુક્ત અનેક દર્શનકારની દૃષ્ટિએ આત્માનું સ્વરૂપ અવબોધવું જોઈએ. ચોગશાસકારોએ આત્માની અનેક સિદ્ધિ પ્રકટાવવા માટે જે જે ઉપાયે કચ્યા છે તે તે ઉપાયને આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું એ આવશ્યક કર્તવ્ય છે. આત્માને સમ્યગ અવધ્યા પશ્ચાત્ અહંમતવ સંસ્કારોને મારી હટાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહેમમત્વના સંસ્કારને નાશ . કરી શકે છે. આવર્તમાં એક વખત એ હતું કે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામા પક્ષેપાત કરતાં નહોતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મા પ્રકટાવવી. પરમાત્મવરૂપમાં લીન થઈ જવું એ જ છેવટને સત્ય સિદ્ધાંત કરે છે, અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીઓ અવાધાય છે. અએવ ઉપર્યુક્ત શ્લેકમા જણાવ્યું છે કે ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માનેજાણવાથી બાહ્ય વસ્તુઓ દ્વારા પ્રકટતા અહેમમત્વના સંસ્કારને દૂર કરી શકાશે. જ્યાં હું અને મહારું છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું એ ભાવ છે ત્યાં મેહવૃત્તિ હેવાથી આત્માના ધર્મનું અવલંબન લઈ શકાતું નથી. જ્યાં હું અને હા છે ત્યાં આત્મા અને