________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
( ૩૨૮)
થી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અને હાલના જમાનામાં ભીમનો ભાઈ કહેવાય છે તેના બોલવા કરતાં, કથની કરતાં, બલના તે મહાશ્ચર્યના ખેલે કરી બતાવે છે તેની પર ઘણી અસર થાય છે. શરીર અંગકસરત વ્યાયામકારક એ એક આદર્શ પુરુષ અને સ્વીકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરુષે ભૂતકાલમા થઈ ગયા છે તેઓનાં જીવનચરિતે આપણું હદય ઉપર વિદ્વત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ છે કે તેઓ આદર્શ પુરુષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શજીવન તેઓની પાછળ પણ પુસ્તકો દ્વારા આપણું હૃદયમાં સારી ભાવના પ્રગટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કર્મગિત્વનું આદર્શજીવન ખરેખર સ્યાદ્વાદષ્ટિએ ઉત્તમ અસર સર્વમનુષ્ય પર કરી શકે છે-ઇત્યાદિ દેખાતેથી અવધવું કે શુભકાર્યો કરીને આદર્શ પુરુષ બની અન્યલોકેને શુભકાર્યોમા પ્રવર્તાવી શકાય છે. આદર્શ પુરુષ થયા વિના અન્યને શુભવિચારે અને શુભકાર્યોમાં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશકય જાણવું. પ્રથમ પિતાની જાતથી અને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તે અનેક મનુષ્ય સામા થાય છે પરંતુ પૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ કેપર થાય છે. શુક્રાઈસ્ટ શૂલીપર ચઢી–વધસ્તંભ પર ચઢી મૃત્યુ પામે; પરંતુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મને વિશ્વમા પાયે ના. સોક્રેટીસે ઝેરને પ્યાલે પીધે, પરંતુ તેણે તે કાર્યથી પિતાની પાછળ સેંકડો સેક્રેટીસ ઉત્પન્ન કર્યા. અતએ આત્મન ! સદ્યુતિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શપુરુષ બની અન્ય લેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવ.
અવતરણ–નિ સંગાદિપ આત્માને માની કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાની શિક્ષા કથવામાં આવે છે.
श्लोकः निःसङ्गनिर्भयं नित्यं मत्वाऽऽत्मानं स्वकर्मणि।
सदुपायैः प्रवर्तस्व पूर्णधैर्यप्रवृत्तितः ॥ ५३॥ શબ્દાર્થ–સ્વકાર્યમાં આત્માને નિસ, નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સદુપવડે ઘેર્યપ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર.
વિવેચન-મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પિતાને જગતમા દબાઈ ગયેલો માની લઈ રંકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગને દાસ બને છે, જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધ સમાન છે. આત્મા સર્વ વસ્તુઓના સબંધમાં આવતાં છતાં સત્તાથી નિ સંગ છે અને તે વ્યકિતભાવે