________________
( ૩૦૮ )
શ્રી કર્મયોગ રથ-સવિવેચન
કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને મને એક ભારભૂત સમાન જાણવા. આત્મશકિતથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય પરંતુ આત્મશકિત બહારનું કાર્ય કરવાથી સ્વ અને પારને કશો લાભ થઈ શકતું નથી તેમજ આત્મશકિત બહારનું કાર્ય કરતાં સ્વાત્માને નાશ થાય છે. અતવ મા દિવા એમ વાક્ય મૂકવાની જરૂર પડી છે. આત્માની શકિત જાણીને કાર્ય કર. દ્રવ્યત્રકાલભાવથી પિતાની શકિતને જાણું અને સ્વાગ્યકાને નિયમિતકલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આત્મશકિત પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હેય તેઓનાથી જે જે વિરુદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્યત્રકલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત મતિ મેહથી સ્વાધિકાર વિરુદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય, ઉપર્યુક્ત કલેક ભાવાર્થને અનેક નાની દૃષ્ટિથી અવધીને હે કર્મગિન!!! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર, " અવતરાઅહેમસંસ્કારત્યાગપૂર્વક કર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે.
રસો. - अहंममत्वसंस्काराँस्त्यक्त्वा विज्ञाय चेतनम् ।
સ્વયં પરજ્ઞા, પ્રવૃત્ત હવે સ્થિર મા !!! ૫૦ ,
શબ્દાર્થ—અહેમમત્વ સંસ્કારને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણી સ્વીકાર્ય પ્રવૃત્તિમાં સ્થિર થા.
વિવેચન –અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતા અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થયા પશ્ચાત્ અહં મમત્વના સંસ્કારેને ત્યાગ કરી શકાય છે. સ્ફટિકરને સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિકરત્નની આગલ રકતપુષ્પ ધરવામાં આવશે તે તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રકતતા અને શ્યામતા એ ઉપાધિકૃત છે પરતું સ્ફટિકારત્નની તે નથી, તદન્ આત્મા પણ સ્ફટિકરનના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે રોગી છેષી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાનિત છે. બહિરાત્મભાવથી અહંમમત્વના ' સંસ્કાર એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે, જડવસ્તુઓમાં પતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જેનાગમષ્ટિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંગ , સંબંધ છે અને કર્મને સંબંધ ટળતા આત્મા સ્વયં પરમાત્મા બને છે