________________
-
-
-
-
-
-
-
-
-
-
-
--
--
- -
-
- - - -------
-
- ---
---
- -
-
-
-
-
-
-
- - - -
-
-
- - -
- - -
- -
( ૨૭૨ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
વ્યવહારથી કર્યા છતાં નિરહંવૃત્તિથી તેઓ મેં આ નથી કર્યું એમ અતરમાં . માને છે. પ્રાપ્તાધિકાર વેગે પ્રાપ્ત કર્તવ્યકોમાં જ્ઞાનીઓ નિરહંવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચતા નથી–પરંતુ વિશેષ પ્રકારે ઉગ્રતા છે. પ્રાસકાર્યોમાં હું ને મહારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહારાધિકાને જેઓ બજાવે છે. એવા કર્મ ગીઓ આ વિશ્વમાં વિરલા હોય છે. તેઓ સર્વ કાર્યો કરવા છતા પણ અતરથી અકર્તા છે તેમજ તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અસ્થિ છે. તેઓ ભક્તા છતાં અભેગી છે, તેઓ વક્તા છતાં અવક્તા છે, તેઓ સર્વ બાહ્ય સંબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિર્લેપ છે એમ અવધવું. કોઈપણ કાર્ય મેં કર્યું એ અન્તરમાં અધ્યાસ પ્રકટતા તેનું કર્તાપણું પોતાનામા આપાય છે અને તેથી અહંવૃત્તિ પ્રકટતાં અન્તરથી બાહ્ય, વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તરથી અપ્રતિબદ્ધત્વ ન રહેતા રાગદ્વેષની વૃત્તિચેના દાસ થવું પડે છે. આ વિશ્વમાં અને જ્ઞાનખેલ તે એ છે કે પ્રાપ્ત કર્તવ્યમાં પ્રવૃત્તિયુકત થયા છતા તેમાં કર્તા તાપણું અન્તરથી ન માનવું. પંચેન્ટિની પ્રવૃત્તિમા અન્તરથી નિરહંવૃત્તિત્વ ધારને વર્તવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરેજ થતી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં હું કર્તા એ ભાવ ન આવે ત્યારે અવબેધવું કે નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મપ્રવૃત્તિ થયા કરે છે. કેઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતા શેક પ્રક્ટ ત્યાસુધી વા કાર્યસિદ્ધિ પ્રકટે ત્યાસુધી તે તે કોની સાથે કર્તવાહંવૃત્તિને સંબંધ છે એમ અવધવું. નિરહંવૃત્તિથી કાર્યપ્રવૃત્તિ થતાં તે ફરજોની દષ્ટિએ અનેક પ્રસંગોના અનુસારે થાય છે એમ અવધવું અને તેમાં કર્તવાભિમાન ન હોવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવધવું. નિરહંવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પિતાના મૂલધર્મમાં રમણતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શક્તિ નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની વિદતી છે કે એક વખત કૃષ્ણની રાણીઓ નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને ભોજન કરાવવા માટે જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જેરથી વહેતું હતું, તેથી નદીને ઉતરી પેલી પાર જવાની કેઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછળ્યો શ્રીકૃષ્ણે કહ્યું કે તમે નદી પાસે જઈ એમ કશે કે કૃણ જે બાલબ્રહ્મચારી હોય તે યમુના! માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલી પાર જઈ તપસ્વીને ભેજન કરાવ્યું. તપસ્વીને જોજન કરાવ્યા બાદ કૃષ્ણની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાને ઉપાય પૂછયો. તપસ્વીએ જણાવ્યું કે “નદીને એમ પ્રાર્થો કે તપસ્વી જે અનાહારી અભુકત હેય તે નદી તમે માર્ગ આપે.” કૃષ્ણની રાણીઓએ નદીની એ પ્રમાણે પ્રાર્થના કરતા નદીએ માર્ગ આખ્યો અને કૃષ્ણની રાણીઓ મહેલમાં આવી. તેમના મનમાં આ