________________
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
---
-
-
-
ધર્મે કર્તવ્ય કયા કહેવાય ?
( ૨૮૩ ).
અનેક દૃષ્ટા તેથી દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને માજશેખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપગિતા અવધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્ય કાર્યને લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામા મોટી ભૂલ કરી અને તેથી તેણે એકલે પિતાને તે નહિ પરંતુ સ્વદેશ સવકુલ અને વજનેને નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભને વિચાર કર્યો હોત અને સ્વાન્યમુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હોત તે તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિં. તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યો. સુજ્ઞ મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ ? તેને વિચાર કરી કર જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જે દુધને પાને પાંચ ગામ આપ્યાં હોત તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશને તથા રાજ્યસંપત્તિને નાશ થાત નહિ. પાંડેને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હતું, પરંતુ લાભાલાભ વિવેકદષ્ટિથી તેણે અહંકારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભા વર્તમાન દ્રવ્ય-ક્ષેત્રકાલાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધણ્ય કર્મો કરવાની જરૂર છે. વર્તમાનની 'અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનુસારે સ્વપરસુખસાધકેલાભપ્રદ કર્તવ્યધણ્યકાર્યો કરવામાં આવશે તેમજ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારો અને આચારો માત્ર સારા એટલું કથી-માનીને વર્તમાનની ઉન્નતિના વિચારો પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આંવે તે વર્તમાનકાલ કઈ વખત ભૂત થતા અને ભવિષ્ય કેઈ વખત વર્તમાનરૂપ થતાં પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ. અત દેશકાલાનુસારે ધર્યકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્ય કાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા ગ્ય છે તે પર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવર્તન ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધર્યું કર્તવ્ય તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આત્મરૂપ દેખી અને બાહ્યને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન વાણી અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શકિયો
વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટે જ છે એવું અવધીને સદા સાવધાન થઈ 4 અપ્રમત્તપણે દેશકાલાનુસારત રવાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વગ્ય સ્વાધિકાર દેશકાલાનુસારે સદેપ વા નિર્દોષ ર્તવ્ય કાર્યો કરવા તે ધર્મકર્તવ્ય કાર્યો અવબેધવાં. મહાભારત અને ભગવદ્દગીતા વગેરેમાં ધર્મકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે, તેમાથી સમ્યગૃષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યને કાને સાર ગ્રડા કરવાની જરૂર છે.