________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
- - -
( ૨૯૦ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકે અને વૃદ્ધો તેની હસી કરવા લાગ્યા. એક મારા પર્યત પેલા વૃદ્ધે સર્વ તરફથી સહન કર્યું અને પિતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. ઈપણ વિચાર અને કોઈપણે સત્યવૃત્તિપ્રતિ સર્વ મનને એકસરખો મત હોતો નથી તેથી વિશ્વમનુષ્યની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિને આરંભવી જોઈએ. સકાર્યપ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિકને થાય તેને પહોંચી વળવું જોઈએ અને ઉત્સાહ અને ઉરચષ્ટિને કટેકટીના પ્રસંગે પણ ત્યાગ કર્યા વિના સતત ખંતથી પ્રવૃત્ત થવું જોઈએ. સસ્પ્રવૃત્તિથી કાટાળા અને ખાડાખાઈઓવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યનું શ્રેય કરવું એ મહાપુરૂષનું કાર્ય છે; કારણ કે તેઓ કોઈપણ પ્રકારના વાર્થ વિના મન વચન અને કાયાની શક્તિના ભેગે તે તે સત્કાર્યને સિદ્ધ કરે છે. જગત તરફથી તેઓ ઘણું સહન કરીને જગતને સત્યવૃત્તિ દ્વારા શાંતિ સમ છે. સત્યવૃત્તિમાં પ્રવર્તતા પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીઓ સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારના માર્મિક વચનેને સહન કરવો પડે છે. અન્ય મનુ કૃત અનેક પ્રકારના આપને સહન કરવાની હદયશક્તિને ખીલવવી પડે છે અને સુવર્ણ તાપની પેઠે પરિષહકૃત દુખ તાપથી ગળી જવા જેવો પ્રસંગ પ્રાપ્ત થાય છે; પરન્તુ તેમા આત્માની સમભાવ ધૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિને ખીલવીને દુખના સામું સ્થિર રહેવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસર્ગો સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિ વેઠી હતી. અનાર્યદેશ વજભૂમિમાં, એર હૈરિક વગેરે અનેક દુઇ શબ્દથી અનાર્ય લોકો તેમને સતાવતા હતા; કેટલાક તેમના સામા પત્થર ફેકતા હતા અને કેટલાક ગાળે દેતા હતા. કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અનાર્યો તરફથી જે જે ઉપદ્રવ થયા તે તેમણે સહન કર્યા અને આર્ય દેશમાં પણ અનેક ઉપસર્ગોને તેમણે સહન કર્યા અને અને શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવબોધવું કે ધાર્મિક સમ્પ્રવૃત્તિ કરતાં મુંઝાતા અને નાસીપાસ થવાના અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે પરંતુ તેમા ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યા કરે છે તે અને સલાને દેખે છે; અર્થાત્ લક્ષણાવશે કહેવાનું કે તે સલ્લાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણું પ્રતાપસિંહે ડુંગરે ડુંગર પરિભ્રમણ કર્યું, તેની રાણી અને છોકરાંને ખાવાના સાંસા પડવા લાગ્યા, વૃક્ષની છાલ અને વગડાઉ ધાન્યના રોટલા ખાવાને પ્રસંગ આવ્યે તેના ઘણુ સાથીઓ તેને છોડીને ચાલ્યા ગયા. દરરોજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદિવસ ભટકી ભટકીને થાકી જવાને સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ બિલાડી રેટ લઈ ગઈ અને તેથી પુત્રીનું. કરણયુકત રૂદન શ્રવણ કર્યું.