________________
UR
ઉત્સર્ગ અને અપવાદમાર્ગે પ્રવૃત્તિ
( ૨૫૯ )
કરવી તે ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. મનુષ્યના ઉપર અનેક પ્રકારના ઉપકાર કરીને મનુષ્યના દુખમાં ભાગ લઈ તેઓને શુભ માર્ગે વાળવા અને વ્યસનથી મુક્ત કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. પ્રભુના અનેક ગુણે પ્રાપ્ત કરવાને પ્રભુની ભકિત પૂજા વગેરે કરણી કરવી તે ધર્મપ્રવૃત્તિ છે, કારણ કે તેવી ધર્મમાર્ગપ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિથી પિતાનું અને વિશ્વનું શ્રેય સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક ધર્મમાર્ગપ્રવૃત્તિના અનેક ભેદે છે અને કેન્સર ધર્મમાર્ગપ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રમય અને વીર્યાદિ અનેક ભેદે પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગપ્રવૃત્તિ અને સાધુ ધર્મમાર્ગપ્રવૃત્તિ એ બે ભેદ સર્વે ભેદેમા મુખ્ય છે. બાહ્ય ધર્મ પ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મપ્રવૃત્તિ જાણવી. મન વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્યધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મમાર્ગપ્રવૃત્તિ અવબોધવી. નિમિત્ત કારણુ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મમાર્ગપ્રવૃત્તિ અવધવી. અકેક ધર્મપ્રવૃત્તિના અનેક ભેદે પડે છે. નિરપેક્ષધર્મપ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વ નાની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિને વ્યવહાર સત્ય છે. वचन निरपेक्ष व्यवहार जूठो कहो, वचन सापेक्ष व्यवहार साचो। वचन निरपेक्ष व्यव દાલસાડ ૧૪, આંટી મારી જાઈ તો ! શુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ-ઈત્યાદિ ધર્મમાર્ગ પ્રવૃત્તિના અનેક ભેદો છે. જ્યારે સર્વનની સાપેક્ષતાએ અવબોધવામાં આવે છે ત્યારે ન્નતિકારકધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય સેવી શકે છે. જ્યાસુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં નથી આવતું તાવત્ ધર્મમાર્ગ પ્રવૃત્તિમા તેના અધિકારીઓના અજ્ઞાનતા અનેક પ્રકારની ભૂલે દે થાય છે. અતવ શુભ અને નૈતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપર્યુકત ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્ય ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ધર્મમાર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વડી શકાય. આગમેથી અને સાધુપુરુદ્વારા સ્વયેગ્ય શુભ પ્રવૃત્તિ કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવો જોઈએ અને તે રન્નતિકારિકા ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય કરવું જોઈએ-દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માગે વાગ્યે શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માર્ગે શુભધર્મપ્રવૃત્તિ કઈ છે તેને પરિપૂર્ણ નિર્ણય કર જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધર્મમાર્ગપ્રવૃત્તિ કરવાની હોય છે તે સમયે જે સર્ગિકી ધર્મ પ્રવૃત્તિ કરવામા આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિક ગણાતી નથી, તેમજ જે સમયે ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિક ધર્મપ્રવૃત્તિ આદરવામા આવે છે