________________
-
- - -
આપના પર કામ કરતા
ભીતિ ત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય.
( ૧૪ ).
વિયોગેથી કંઈ આત્માને હવાનું હોતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્મા જ સ્વયં સ્વરૂ૫ને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ ગુરુ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે કેત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર લેકેત્તર કારણભૂત ધર્મનાં પણ કારણભૂત હોય તેઓને
સ્વાધિકારે અમુક દશાએ કરવા એ લૌકિક વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૌકિક અને લેકેત્તર વ્યવહાર ધર્મના કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપ ભાવીને કરવા જોઈએ. આત્માનું શુદ્ધ રૂપ પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મના અને આજીવિકાનાં સાધનની સાનુકુલતાના યોગે ન્નતિ અને વિશ્વોન્નતિના પારમાર્થિક કાર્યોમા સમ્યગ્ર રીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિયોમાં અનેક ભીતિયો દેખાય છે પરન્ત આત્મશક્તિથી તેઓની સામા થતા ભીતિયો અદશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારે જે કંઈ દુખે પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુખો પડયા છતા પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પોતાના અધિકારને ભીતિયોને ત્યાગ કરી બજાવ્યા કરો અને તટસ્થ રહી સુખદુ ને વેદ્યા કરવાં કે જેથી આભન્નતિના શિખરે ચડતા કઈ જાતને પશ્ચાત્ અવધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંયોગોમાં આજ્ઞા થઈ છે તેથી અમુક કાર્યોને સ્વાધિકાર કરવામાં આત્મા ફક્ત પોતાની બાહ્ય ફરજને અદા કરે છે–તેમા કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ બહોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચય વિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી લેપાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાત પ્રકારની ભીતિયોથી ન અહીવાય એ પિતે પિતાને બોધ આપ જોઈએ કે જેથી કટેકટીના પ્રસંગે આત્માવસ્તુત ભીતિ વિનાને બની સ્વફરજેને અદા કરી શકે. સ્વકાને કરતાં મનમાં થાવભીતિ રહે છે તાવત્ અવધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી ગજસુકુમાલે અને સ્કંધકમુનિના પાચસો શિષ્યોએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિયોને ત્યાગ કરી સ્વાત્મધર્મમા સ્થિર રહી આત્મન્નિતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિયોના પ્રસંગે નિર્ભયરૂપ ભાવી આત્મન્નિતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજર્ષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાત્મરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય