________________
(૨૩૮ )
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
માનસિક વિકાર પ્રકટતું નથી. એ ખરેખર પુરુષના રૂપને દેખી કામવૃત્તિને ઉજવે છે અને પુરુષે ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીર છે. સ્ત્રીઓ અને પુરુષોના રૂ૫માં વસ્તુત કરી સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરુ કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાથું હોય તો પણ તેમાં સુખ નથી કારણ કે જેના શરીરમાં સુંદરપ દેખાય છે તે મનુષ્ય પણું વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રત્ થાય છે. કેઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્ત રૂપ ગમે છે; તથા કેઈને શ્વેતરૂપ ગમે છે; પણ એક સરખું રૂપ વા એકસરખો સ્પર્શ વા રસ વા શબ્દ ગંધ કેઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પદાર્થોમાં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણું મનની કલ્પનાથી સ્વયં ઠગાવાને વખત પ્રાપ્ત થાય છે, જે રૂપ રસ અને ગંધાદિમાં રુચિ થાય છે તે જ રૂપ-રસ-ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાતું રુચિ થતી નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જે તે રૂ૫ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હોત તે પશ્ચાત્, તે દુખના હેતુઓ થાત નહિં; પણ તેઓ પશ્ચાત્ દુખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ વિષમાં શાતા અને અશાતાની માન્યતાને ત્યારે ત્યાગ થાય છે અને તે તે વિષયમા સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે; તેથી બાહ્ય વિષયેના સંબંધમાં રહેતાં છતા નિર્લેપ રહેવાની શકિત પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામગની ઇરછાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરવો હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમા સમભાવ પ્રકટે એ અભ્યાસ લેવો જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યા કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ર જન દૂર રહેવું પડે છે. કામની ઈરછાઓના અધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રેગ આધિ વ્યાધિ અને ફ્લેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેચ્છાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામગેની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વમામાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવરમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામ