________________
( ૨૩૬)
શ્રી કમગ ચંચ-સવિવેચન.
ઉદય બળવાન હોય છે તે તેને ક્ષય અને ઉપશમ કરતા વાર લાગે છે. અમુક વર્ષપર્યંત કેઈને પુરુષવેદને ઉદય પ્રાપ્ત ન થયો હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરુષવેદાદિનાં દલિકે ઉદયગત ન થયા હોય ત્યાસુધી અમુકજીવ, એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષવેદ અને વેદના દલિકે ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણે પણ તેવા મળે છે ત્યારે તે સમયે કેટલાક જી પિતાની શક્તિને ઈ દે છે અને કેટલાક જી કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાની તે કામના તીવોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પોતાનું જોર ચાલતું નથી ત્યારે તેઓ અંતરથી ન્યારા તથા ઉદાસ રહીને કામગોને ભેગવે છે. પરંતુ તેઓ અંતરમા પશ્ચાત્તાપ કરે છે અને પુન કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરુષવેદને ક્ષોપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં ભારતવર્ષમા જૈનજ્ઞાનદષ્ટિએ કામને સર્વથા ક્ષાયિકભાવ થતો નથી તેથી આ કાલમાં પુરુષવેદાદિકામના ક્ષપશમની મુખ્યતા ગણાય છે. વેદાતાદિ દષ્ટિએ આ કાલમા કામનો સર્વથા નાશ કરી શકાય છે-એમ અવબોધાય છે. પુરુષવેદાદિ કામપરિણતિને પશમ કદી રહે છે અને કદી રહેતા નથી તે કદી આવે છે અને કદી જાય છે તેથી કામને ઔદયિકભાવ થતાં દ્રવ્યબ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યબ્રહ્મચર્યને પશમભાવે આદરી શકાય છે અને તેમાં
દયિક પરિણતિગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષને કામની ક્ષયોપશમભાવનાના બળવડે પુન ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાય છે. નિશ્ચયથી કામપરિણતિને રુંધી આત્માની સમભાવરૂ૫ બ્રહ્મચર્ય વા આત્મામા રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે આત્મજ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય મેળવી આત્મજ્ઞાનના છે અને આત્મજ્ઞાની મુનિવરોના અવલંબનવડે કામના ક્ષપશમના સંસ્કારમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણુતિને જેનામાં ઉદય ન થાય એ તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છે જ નહીં. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિરૂપ કામ રહ્યો છે. પ્રદેશથી અને વિપાકેદયથી પુરુષવેદાદિ ભગવ્યા વિના છૂટકે થતું નથી પુરુષવેદાદિપ કામને સોપશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામને જે જે કાલે પરાજ્ય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમાગે બ્રહ્મચર્યને પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યને સુખે દેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાનું હોય છે. કોઈ પણ રીતે વીર્યને નાશ ન થવા દેવ અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક વાચિક અને કાયિક બળથી સંરક્ષા થાય આ ઉદ્દેશપૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિપૂર્વક આત્મગુણેમાં સ્થિરતા-સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાસ્ય મળે છે. કેટલાક જીવે દ્રવ્યબ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરીને તેને ઉપગ ખરેખર અધચ્ચે યુદ્ધો કલેશ ઝઘડા મારામારી