________________
લભ એજ પરતત્રતાની બેડી છે.
( ૨૫૩ ).
શોધ. કરવાથી ચેતન તત્વ કયાથી મળી શકે ? આત્મા ત્યા રહ્યો હોય ત્યાં જ ધ્યાન, લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવો જોઈએ આત્માને સાક્ષાત્કાર થતા આત્મા સ્વયં પરમાત્મા તિ વડે પ્રકાશિત થાય છે. અજ્ઞમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શોધે છે પરંતુ તેથી તેઓ મૃગજલ તૃષ્ણની પ્રવૃત્તિને અનુસરે છે. રેતના પિતાના આત્મારૂપ પરમાત્મવામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે चौद भुवनमां आथडी पण प्रभु न दीठा कयायरे । शरीर भीतर खोलीया तो, प्रभुजी વીરા આવે ! ચેતના પિતાના સ્વામીને શરીરમાં શોધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાને સ્વપરપ્રકાશ થાય છે ત્યાજ પ્રભુજી છે. સ્વપરપ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાને પ્રકાશ તે તે અશે પરમાત્માને પ્રકાશ અવબોધવો. ચેતનાને સ્વપરપ્રકાશક અનુભવ કરે એજ પરમાત્માનો સાક્ષાત્ અનુભવ અવબોધ ચેતના એજ પરમાત્માને ધર્મ છે ચેતનારૂપ પરમાત્માના ધર્મને જે જે અશે પ્રકાશ થાય છે તે તે અંગે પરમાત્માને જ સાક્ષાત્કાર થતે અધો . ચેતનાને સર્વથી પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબોધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામા તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માને ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માને જે સવભાવ તેજ આત્માને સત્ય અતિધર્મ છે. તેમા જેઓ રમણતા કરે છે તેઓ સ્વહદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માને સાક્ષાત્કાર કરે એજ પરમાત્માને અભેદપણે સાક્ષાત્કાર અધીને વિશ્વના પરતંત્ર બંધનભૂત અસદુવ્યવહારથી સૂક્ત થઇને આત્માના જ્ઞાનાદિ ગુણેને આવિર્ભાવ અને તેમા રમણુતારૂપ સદૂભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવબોધવુ. આત્મસ્વચ્છ પ્રાપ્તિ સંબંધી એ ઉદ્દગારે અનુભવવા યોગ્ય છે.
અવતરણ-કર્તકાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધયર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ઠાનકારકેની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાયે દર્શાવવામાં આવે છે.
શોર धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्ववेदिनः। निर्लेपव्यवहारार्थ विश्वधर्मप्रवर्तकाः ॥३९॥ धर्ममार्गप्रवृत्तिस्तु शुभा स्वोन्नतिकारिका । विना प्रवृत्ति कार्यस्य सिद्धिस्तु नैव जायते ॥४०॥