________________
શ્રી કમ ચાગ ગ્રંથસવિવેચન.
'
મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવધવું, જેમ એક વૃક્ષથી ઘસાઈ ને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્દત. આત્મા સ્વય આત્માવર્ડ આત્માનુ આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પેાતાનામાં ધ્યાનાર્સવર્ડ પમાત્મત્વ પ્રકટાવે છે એમ અનત તીર્થંકરાએઋષિયાએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકરા પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આત્માથી પરમાત્મતાને અંતમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુન• સૌંસારમાં અવતરતા નથી. આત્માના શુા વિના અન્ય સર્વે જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનદ પ્રકટે છે. આત્માના ગુણાવડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પાંચાને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અભેધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માના ધર્મ છે. આવુ' પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાના ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે, આત્માની પરમાત્મતા શેાધવાને માટે ખાહ્ય પ્રદેશમાં પર્યટન કરવાની કંઇ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે તે અંતરમાં ખાસ શુદ્ધોપચેગ ધારણ કરવાની જરૂર છે. શરીરમા વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઈએ, જ્યાંસુધી આત્મામાં ઉપાદાન કારણના આવિર્ભાવ થા નથી ત્યાંસુધી નિમિત્ત કારણા ઉત્તમાત્તમ મળે તેા પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણુ રુચિ ઉત્પન્ન થયા ખાઇ નિમિત્ત કારણેા ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માર્થી જીવ હોય છે તે પેાતાના આત્માની શુદ્ધિ થાય એવા નિમિત્તોને સ્વયમેવ આચરે છે. જીવાને પરિતિભેદે અનેક પ્રકારના નિમિત્તે હોય છે, કોઈ ને કાઈ નિમિત્તકારણ ઉપકારી થાય છે અને કોઈ ને કોઈ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એક જ કારણુ નિમિત્ત ઉપકારી થાય એવા એકાંતિક નિયમ નથી; તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકાએ ક્લેશ કરીને આત્મવીય ને પરસ્પર હાનિ કરવામા ઉપયોગ કરવે નહિ. નિમિત્ત સાધન ભેદ્દે સાધ્યની સિદ્ધિમા અવિરાધ આવતા હોય તેા પરમાત્માની પ્રાપ્તિમા સાધકાએ સાધન ભેદ્દે ક્લેશ ન કરવા જોઈએ. આત્મકલ્યાણમા જેમ આગળ વધાય તેમ ઉપયેગ રાખીને પ્રવર્તવુ જોઈ એ. જે મહાત્મા પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયાગ ધારણ કરે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રગટાવવાને માટે તરમા ઉપચેગ ધારવાથી અને વ્યવહારથી અધિકારઢશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફરજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમા શોધવા જોઈ એ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમા વ્યાપીને રહેલ છે. મહાત્માએ આત્મારૂપ દેવના સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શોધ કરી પરંતુ કાઈ સ્થાને તેના સાક્ષાત્કાર થશે નહિ, તેનું કારણુ એ છે કે જ્યા આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાર્થાંમાં
( ૨૫૨ )
wwwwwA