________________
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
- -
-
આત્માનું સ્વરૂપ પરમ જ્ઞાનરૂપ છે
( ૨૪૯ ).
સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુકત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશને જ્યાં ઉદય વેરાય છે ત્યા આત્માનું સ્વરૂપ વેદાતું નથી. જે વખતે કલેશવાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં નથી પણું પરભાવમા વર્તે છે એમ અવધવું. જે કલેશાદિથી મુક્ત એવું સ્વરૂપ વેદાય છે તે જ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશને ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિરુ-રાગદ્વેષરૂપ સાગરના કલ્ફલેમાં અથડાતે છે એમ અવધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિશેષ ફ્લેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શક્તા નથી. મૂર્તવસ્તુઓમાં કંઈ આત્મતત્વ નથી; અએવ અમૂર્ત એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ઘકાળપરંપરાપ્રવાહમાવને પગમા સ્થિર રહેવું જોઈએ. કલેશમા આત્માને જય વા વિજય નથી તેમજ કલેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવબોધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રાપ્ત કરવું યેગ્ય છે; મૂર્ત વસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવબોધીને મૂર્ત વસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્ત વસ્તુઓ સંબંધી રાગદ્વેષના યાવત્ વિકલ્પ થયા કરે છે તાવત્ અમૂર્ત એવું આત્મસ્વરૂપ ખરેખર અનુભવસાક્ષાત્કાર થતું નથી; મૂર્તવસ્તુઓથી ભિન્ન એવું આત્મવરૂપ દવાને મૂર્તવસ્તુઓની પિલીપાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂર્તવસ્તુઓ પર થતે અહંમમવાધ્યાસ દળવાની સાથે આત્માનું અમૂર્તરવરૂપઅનુભવ વેદવા ચાગ્ય થાય છે. બાહ્યજીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્ય જીવન રક્ષણાર્થે ગ્રહ્યા વિના ચાલે તેમ નથી એમ અવધ્યા છતા વિશેષત અવધાવવાનું કે બાહ્ય મૂર્ત વસ્તુઓ ભલે ગ્ય પ્રમાશુમા બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અવૃત્તિના અધ્યાસને તે દૂર કરવો જોઈએ મૂર્ત વસ્તુઓ -
મા છે તે ટળી જતી નથી પરંતુ મૂર્ત વસ્તુઓ છે તે આત્મા નથી એ ખાસ અનુભવ થવું જોઈએ. મૂર્તવસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુત આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ દ્વારા આત્મામા રતિ વા અરતિ આદિની કોઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્ત વસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ કંઈ આત્માને બંધનકર્તા થઈ શકતી નથી આત્માનું મૂર્ત સ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે-એમ કથવાનું તાત્યયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવબોધવું. પરમાક્ષર સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે, આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મનુષ્ય મળી આવે છે પરંતુ આત્માનું પરમાક્ષરફપ અનુભવનારા તે કિંચિત વિરલ
૩૨
-