________________
( ૨૪૮ )
!
શ્રી. કમ યાગ' ગ્રંથ-વિવેચન.
- अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् 1 यः स्वरूपेलय प्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ निशेषक्लेशनिर्मुक्तममूर्तं परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्ष पश्य स्वं. स्वात्मनि स्थितम् ॥ नित्यानंदमय शुद्धं चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ॥ यस्य हेयं न वाऽऽदेयं निःशेषं भुवनत्रयम् । उन्मीलयति विज्ञानं तस्य स्वात्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्नुते । यथा भवतिवृक्षः स्वं स्वनोद्धृष्यहुताशनः ॥ इत्थ वाग्गोचरातीत भावयन्परमेष्ठिनम् । मासादयति तद्यस्मान्नभूयो विनिवर्तते ॥
A
'
આ શરીરમા સ્થિતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. ધ્યાનરૂપ વનિવડે અત્યન્ત સાધેલા આત્મા તેજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અતએવ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનુ... આત્મવિજ્ઞાન જ પર તત્વ છે; આત્મજ્ઞાન શાશ્વત છે. અન્ય જે શ્રુતસ્ક ંધ અગ ઉપાંગાર્દિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલાં છે એમ અવમેધવુ, અગઉપાંગ અને ષ્ટિવાદ શ્રુતસ્કંધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની `પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂ તત્ત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જેવડે રાગદ્વેષની કલ્પનારૂપ જાળ લાગી છે તેને દૂર કરીને ચિટ્ઠાન દમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પાને શમાવીને આત્મસ્વરૂપમા લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહ વૃત્તિના ચેાગે ઉદ્ભવેલી રાગદ્વેષની કલ્પનાજાળને ઉચ્છેદની એ દુષ્કર કાય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપચેાગી બનતા જાય છે અને રાગદ્વેષ કરવાને ઈચ્છતા નથી અને રાગદ્વેષની કલ્પનાજાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના ખની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિના નામરૂપમાં ખૂંધાયેલી અહં વૃત્તિ ટળતી નથી. નામરૂપના ચાગે રાગ દ્વેષ કામ માયા ઇર્ષ્યા પ્રપંચ ભય લજ્જા લાભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની માહવૃત્તિયેા ઉદ્દભવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિયેનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામા આત્મસુખના વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમા` સુખના વિશ્વાસે થતી અહુવૃત્તિને પાચે) સવથા નષ્ટ થઈ જાય છે, નામરૂપથી ભિન્ન એવા આત્મામા મુખ્યતાએ ઉપયાગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપયાગરૂપ મહાદેવની શક્તિવડે, કલ્પનાજાળ છેદાય છે અને આત્માની