________________
-
-
- -
-
-
-
-
--
-
---
--
--
--
-
-
-
-
--
-
( ૨૪૦ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન,
R
વ્યાવહારિક અને ધાર્મિક કર્મગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાને સારાંશ એ છે કે અવિરતિસમ્યગૃષ્ટિ ગૃહસ્થને અનંતાનુબંધી કષાયના ઉપશમાદિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રવર્ણ વિભાગને ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશવિરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાન કષાયેના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાન કષાયોને નાશ કરવાની ઈચ્છાપૂર્વક ધાર્મિક કાર્યોની અને વ્યાવહારિક કાર્યોની ફરજ અદા કરવા સદા તે તે કક્ષાની ઉપશમાદિની અપેક્ષાએ નિકષાયભાવે કર્મયોગી (કાર્યગી-યિાગી) અનવું જોઈએ ઉપર કથેલા જે જે ગુણસ્થાનકને ધારણ કરનારા હોય તેઓએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યેની આવશ્યક ફરજોમાં સદા પ્રવૃત્ત રહેવું જોઈએ. જે જે મનુષ્ય પોતે જે જે સ્થિતિમાં છે ત્યા તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યેની ફરજ અદા કરતો રહે છે તેથી તે નિકષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થ અને સાધુઓ સ્વધર્મને પિતાની ફરજ માનીને અદા કરે છે તે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા શકિતમાનું થાય છે. પિતપોતાના વ્યાવહારિક ધર્મકર્મચાગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થ અને સાધુઓ નિકષાય ભાવની કસોટીએ ચઢીને સુવર્ણની પેઠે નિર્મલ રહી શકે છે જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ માન માયા લભ કામ નિંદા અને ઇષ્યદિને ઉપશમ થતું જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મગમા આદર્શ પુરૂષ થતા જાય છે, તેથીજ નિકષાયતાપૂર્વક સર્વકાને તટસ્થ ભાવે સાક્ષી પૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેઓને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષ્ય ધર્મગ અને સ્વસ્વ ગૃહસ્થસ્થિતિ વ્યાવહારિક કૃત્યને સેવનારા હોય છે તેમાં તેઓને કદાપિ છૂટકે થવાને નથી. પરંતુ તેમા કશ્ય સારાંશ એ છે કે રજોગુણ અને તમોગુણ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિ કષાય ભાવપૂર્વક તેમા તેઓ પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મેક્ષમાર્ગની આરાધના થઈ શકે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થામાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણા વડે સ્વાધિકારે આવશ્યક કર્મચગની પ્રવૃત્તિ થયાં કરે છે અને સર્વજ્ઞાનીઓ કે જે ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે તેઓને એક સાધ્ય-લક્ષ્યબિંદુની અપેક્ષાએ એક સરખે ઉદ્દેશ હોવાથી આગમાવિરુદ્ધપણે એક સરખી કર્મચાગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમા જ્ઞાનીઓની આજ્ઞા જ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષીએ તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યોની પ્રવૃત્તિમાં નિર્લેપપણું વધતું જાય છે, આતરનિર્લેપતાપૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પરિણામ એ આવે છે કે પિતાના આદર્શજીવનની અસર વિશ્વ પર થતા વિશ્વના મનુષ્ય નિર્લેપભાવે કર્મચાગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી