________________
-
----
-
-
--
-
-
વાધિકાર પ્રમાણે કર્મ-પ્રવૃત્તિ કરવી
(ર૩૧ )
કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ અવિરતિ સમ્યગૃષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવાપ્રભુભક્તિ-ગુરુભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃત્યોમાં સદા તત્પર રહેવું જોઈએએ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવબોધવું. દેશવિરતિ ગૃહસ્થ વ્રતને અંગીકાર કરવાં. સપ્તક્ષેત્રનું પિષણ કરવું, સાધર્મિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધર્મની આરાધના ચોગ્ય ધર્મકાર્યો કરવા ઈત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકાર જે જે ફરજો શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યા સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાંસુધી કદાપિ પરામુખ થવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્ય દિશા અવબોધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાને ઉત્સર્ગ અને અપવાદથી સાધુગ્ય કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્યઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર–રત્ન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થરક્ષા–ઉપદેશ અને ધર્મનો પ્રચાર કરવાના ઉપાયોમા પ્રવૃત્તિ, સાધુ અને સાવીને સંઘ વધારવા પ્રયત્ન, પ્રતિક્રમણ--પ્રતિલેખના-પઠન પાઠન-વિહાર આદિ જે જે કૃત્ય આગમમા જણાવ્યા છે તે તે કરવા જોઈએ. સાધુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે ઉત્સર્ગ અને અપવાદમાગું કૃત્યે પ્રતિપાદન કરેલા છે તે અવશ્ય કરવા જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્વદશોચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાસારે ન કરે અને શુષ્કજ્ઞાની બને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી થવામાં આવ્યું છે. વિશેષાનુભવ તે ગીતાર્થોની ઉપાસના કરી મેળવવા અને આત્મજ્ઞાનપૂર્વક કષાયોને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થાએ વર્ણાદિની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ ચિત ધાર્મિક કાર્યોમા ક્ષેત્રકલાનુસાર પ્રવૃત્તિ કરવી. કર્મચગપ્રવૃત્તિમાં કષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવા જોઈએ, પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરુદ્ધ છે. સાધુઓએ રાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યા છે તે કરવા જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવા જોઈએ એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ.
જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતો જાય છે તેમ તેમ બ્રાહ્મણ ત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વકર્માધિકારમાં ઉચ્ચ થતા જાય છે અને તેથી દેશમાં–