________________
અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપગિતા.
( ૧૮૧ ).
કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉલ્હાતિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેને અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રબોધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આવર્તમાં ચૈતન્યવાદ છતા જડવાદીઓની પેઠે વિષયવાસનાઓના વશમા થઈને આર્યાવર્તના મનુષ્યોએ પિતાની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ પર કુહાડે માર્યો છે અને તેથી અવનતિરૂપ કટુકફલને આસ્વાદ કરે છે; અતએ આર્યાવર્તમ ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યોના જીવનમાં ઉતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ માન અને ભૂત પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતે જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધોમા સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુત પિતાને ઓળખે અને આત્મોન્નતિમાર્ગ પ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે પરમાત્માને રાખી શકે એ પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડની પ્રવૃત્તિયોમાં જે કંઈ અશુદ્ધતા હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએ આર્યાવર્તાદિ સર્વ દેશોમાં અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીય જનો રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહ્યોન્નતિમાં આસક્ત રહી અન્ય દેશીય જનેની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરે અને અધ્યાત્મ તત્ત્વવેત્તાઓના સમાગમમા આવે તો તેઓ અન્યજીના હિત કલ્યાણુથી અવિરુદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે એવી શકે અને તેથી તેઓની બાહ્યોતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તનું મહાવ ન અવબોધી શકતા હોવાથી તેઓને બાહાલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપગી થઈ શકતું નથી બાહ્યસ્થલદષ્ટિએ જે વિચારે અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવલોક્તાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અએવ આધ્યાત્મિક દષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવધી શકે છે, તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અલકનારા હોવાથી પદાર્થવિવેકમા પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ અને ગૃહસ્થ બાહ્યવિષયોના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદિસહ વ્યવહાર અને ધર્મના કર્તવ્યો કરતા થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપામેની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હૃદયની ઉચ્ચતા થાય છે અને તેથી બાહ્યવતનમા સુધારવધારે થાય છે આત્મા પિતાની ઉન્નતિના માર્ગે પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતા રાગદ્વેષના તાબે વક્રમાર્ગે ગમન કરતે