________________
ચારે પૈગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ રયાન શા માટે?
( ૨૭ )
અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે માટે લેસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાજીહામાં હાજી મેળવવી નહિં. અને કદાપિ મખાંઓની હાજીમાં હા કરવી પડે છે તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગને ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યને વત્તવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. સર્વે જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી છે. તકતુ દુનિયાના પદ્રિય વિષયમાં આત્મજ્ઞાનીને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હેય છે. બાકી અજ્ઞાનીઓ તે પચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓને પરિણ મ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાહ્યનું ચારિત્ર્ય તો પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ ચારિત્ર્યને એકાતે આધાર રાખી શકાય નહીં. બાલજ શુભ એવા ઔદયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી-અજ્ઞાનીઓ દશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે, માટે આત્મજ્ઞાનીઓએ બાલની ઔદયિક કરણીમા ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને પણ ઔદયિક ભાવની શારીરિક આહારાદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસકિતભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તે દયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહથી કરતાં છતા તેમા અકર્તવ દેખે છે અને ઔદયિક ભાવની આહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતા પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારદિ ઔદયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના શુદ્ધ પગમાં પરિણમીને આત્મધર્મના કતાં ભોક્તા બને છે. અતએ અવિરતિનેહરૂપ પરિણામને શુદ્ધગવડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણામા રમતારૂપ વિરતિમા દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સવર્ણને કષ છેદ અને તાડન અને તાપસ હે પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિજહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવિડે પ્રકાશવું પડે છે.
આત્મજ્ઞાનની ઉપર્યુકત મહત્તા અવબોધીને સર્વ દેશના મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આત્મા-પરમાત્મા-કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબેધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લોકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુયેગ ગણિતાનુગ કથાનાગ અને ચરણકરણાનુયોગ એ ચારે અનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુયોગને પ્રથમ પદ આપવામા આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુગના નાન વિના આત્મજ્ઞાન-અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણાનુયોગની ક્રિયાઓના રહસ્યને ખુલાસો પણ દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના સંપ્રાસ થતો નથી અએવ દ્રવ્યાનુયોગના અભ્યાસ