________________
(૨૮)
શ્રી કર્મયોગ ગ્રથ-સવિવેચન.
પડે છે. જન્મ જરા અને મરણનું મૂલ કારણુ લેભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અવલોક્તા પણ સંસારનું કારણ લેભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ વૈર-ઝેર–પ્રપંચો-હિંસા-જૂહ–ચેરી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મો ખરેખર લેભના પરિણામથી થાય છે. દેશની સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લોભ પરિણામ છે–એમ અવધીને લેભને પરિણામ ટળે એ પ્રયત્ન કરી જોઈએ. જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા અંતેષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે' આત્મગુણોને વિનાશક લેભ છે એમ શાસ્ત્રકારે કથે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મારું કુટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કુટુંબની છે–એમ માનીને સર્વ વસ્તુઓને લોભ થાય છે તેને હદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતા અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ પર્યાયે છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુઓ ન માનવી જોઇએ. પુષ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઈએ અને તેનાવડે પ્રાપ્ત સાનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પિતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અતરની માન્યતા રાખીને ઉદય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ અને સાનુકૂળ વસ્તુઓ પર લેભ પરિણામ ન ધારણ કરવો જોઈએ તથા પ્રતિકૂળ વસ્તુઓ પર દ્વેષ પરિણામ ન ધારણ કરવો જોઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષપરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યોને અધિકાર પ્રમાણે સ્વદશા અને સ્વશક્તિના અનુસાર કરવા જોઈએ. અન્તર નહિ છતા વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યા વિના છૂટકે થતું નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપયોગી વસ્તુઓથી દૂર રહેવું. આહાર પાણી અને વદિ ઉપગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરે પડે છે એ ખરું પરંતુ તત્સંબંધી કથવાનું એટલું જ છે કે આહારાદિ જીવનરક્ષક વરતુઓને લાભ ન ધારણ કર. આહારદિ વસ્તુઓને મમત્વ અને લેભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ઘડ કરીને બાળજીવન-સંરક્ષણની સાથે આતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લેટેત્તર રયવહાર છે. લેશકવાયથી આત્માના પ્રદેશે પાસે રહેલા આકાશપ્રદેશમાંથી કર્મવર્ગને આત્મા વડ કરે છે. લેભ કવાયના પરિણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જ્ય મેળવી શકાય છે કે કેમ તેને હૃદયમાં અનુભવ કરીને લેભની પરિવૃતિ ટાળવા પ્રયત્ન ક જે. લેભની પરિણતિ મંદ પડતાં સંતેષ ઉત્પન્ન થાય છે. તેનો અનુભવ આવે એટલે સમજવું કે હવે લેભ કવાથને જીતવામાં વિજ્યની પ્રાપ્તિ