________________
-
-
- -
(૧૪૪)
li
શ્રી કર્મગ ગ્રંથ-સવિવેચન
-
પામ્યા હતા તે આત્મોન્નતિની નિસરણી પરથી પડી જાત. અએવ ભીતિયો નાશ કરવામાટે આત્માને ઉત્કટવર્ચે નિર્ભય ભાવી પ્રત્યેકકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આસવના હેતુઓ પણ સંવરપરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલુમ પડશે કે મહાબલે ભયથાનેમા નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યેકકાર્યને સ્વાધિકાર ક્યાં હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ માપસર્ગ થયા છતા પણ આત્માના શુદ્ધધર્મની ભાવના ભાવીને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકાર ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યો હતે. અરણિમુનિએ શિલા પર અનશનવ્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આત્મન્નિતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંયોગે બાહ્યકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત્ સમષ્ટિની ખરાબ અસર વ્યણિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય વસ્તુત આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ બની શકે તેમ નથી. નિભીતિત્વની વાત કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુષ્યો મળી શકે છે પરંતુ ભીતિયોના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમા આત્માને મૂકીને ભીતિયોને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તલના કરી શકાય છે. ભીતિયોના જ્યારે જે જે પ્રસંગે આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતા પર લક્ષ્ય દેઈને ભીતિયોના સંસ્કારને નાશ કરે. હજારે ભીતિના સયોગમા અન્તમાં નિર્ભય થઈ મન વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભય રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણી ભીતિયો તમોગુણીભીતિ અને સાત્વિકભીતિયોની પેલી પાર જનારા આત્મજ્ઞાની કમગીઓ વિશ્વમા કર્તવ્યકર્મ કરવાને યોગ્ય અધિકારી ઠરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્યકર્મને વેષ લીધો હોય તેને સમ્યગ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે - પરન્ત ભીરુ થઈને લીધેલા વેષનો ત્યાગ કરી અર્થાત જે જે અવસ્થાએ જે જે કર્તવ્ય કરવાના હોય તેને ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધેલો વેષ ભજવતા ભીરુ થઈ ભાગી જે જે અન્ય ગ્રહણ કરવામાં આવશે તેનો પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવી ત્યાંથી પણ ભાગી જવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરુ થઈને કર્તવ્યકર્મનું એક પગથીએ સૂતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અએવ ભીરુ થઈને કોઈ પણ કર્તયકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વતંત્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતા પ્રત્યે પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનશવતી થઈ સ્વત) વિચારે અને આચારને પ્રકટાવી શક્તો નથી. સંસાર સર્વવિપત્તિયો અને દુખેને મહીં સાગર છે તેથી વિપત્તિયો અને દુખેથી કેઈ બચી શકે તેમ નથી છતા અનેક પ્રકારની વિપત્તિયો અને દુ ખેને ભેગવતાં ભીતિયોના વશમા ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત પણે તત્પર રહેવું–એજ સ્કેન્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય