________________
( ૧૫ )
શ્રો કર્મયોગ ગ્રથ-સવિવેચન.
ફરજના અનુસાર તે તે કરવા પડે છે, શ્રીતીથકરને દેશના દેવી પડે છે. અન્તરાત્માઓને અનિરછા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સંપ્રાસ સ્વાધિકારે કરવી પડે છે. ખપમા આવનાર પદાર્થોની પ્રાપ્તિ માટે આસકિત વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્મથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનિચ્છાએ પણ પ્રારબ્ધ કર્મ પ્રેરણુએ આહારદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે છે. અતએ આસકિતથીજ કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે એ નિયમ સિદ્ધ થતું નથી. જે જે કાર્યો ઈરછવા યોગ્ય છે તેમા પશ્ચાત્ ઈરછા વિના વિજ્ઞાને તેની આવશ્યક્તા અવબોધીને તેની પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એ અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસક્તિભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આશ્રવરૂપ સમુદ્રના તરો વચ્ચે તરતાં અને આથડતા પણ આસવસમુદ્રમાં ડુબી શકાતું નથી. અતએવા અનાસક્ત થવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરુની ઉપાસના કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મની યોગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તયકાર્યની ઉપયોગિતા અને આવશ્યક્તા યાત, છે તાવત્ તે કર્યા વિના છૂટકે થતો નથી. સ્વશીર્ષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત્ વ્યવહારમાં રહી શકાતું નથી અને વ્યવહારને ઉચ્છેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનું, સ્વજનનું, સ્વનું શ્રેય થઈ શકે. ભદ્રબાહુસ્વામી નેપાલમા મહાપ્રાણાયામનું ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુઓને પઠન કરાવવાનું કાર્ય કર્યું વિષ્ણુ મુનિને શ્રમણસંઘ રક્ષા નિમિત્તે મેરુપર્વત પરથી દયાન સમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાર્યને ગ્રીક-ઈરાનના અમીરોને ઉશ્કેરીને ઉજજયિનીમાં ગદૈભિલ્લ રાજાને નાશ કરાવવા માટે લાવવા પડ્યા તેમાં સંધરક્ષા અને ઘર્મરક્ષાદિ કાર્યોની ફરજ પિતાના શીર્ષ પર આવેલી પડેલી તેથી તેમા આત્મભોગ આપવાની કર્તવ્યતાને અનાસકિતભાવે તેમણે સ્વીકારી હતી. આસકિત વિના સ્વપશ્રેય ઉદયની ઉપયોગિતાને નિશ્ચય કરી કર્તવ્ય કાર્ય કરતા દૈવીશકિતની સાહાચ્ય મળે છે. કેઈ પણ પદવીની આસકિતથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટકવાનું થાય છે અને આગળની ઉન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકતા નથી. કીર્તિ માન અને પૂજા વગેરેના આસક્તિથી અન્ય મનુષ્યો સાથે રાગદ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભેગથી જે જે શ્રેય કરવાનું હોય છે તે રહી જાય છે અને આત્માની શક્તિઓને અને સમયને અશુભ માર્ગે બહુ વ્યય થાય છે. ઈલકાબ પદવી માન વગેરેની આસકિતથી કાર્યમાં પ્રવૃત્તિમાં કરવાથી અનેક મનુષ્યોને હાનિ પહોંચાડવાનો પ્રસંગ આવે છેઅન્ય મનુષ્યોની સેવામાં પરિપૂર્ણ આત્મભોગ આપી શકાતું નથી. ઈલ્કાબ માન પ્રતિષ્ઠા વી મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરંતુ તેમા આસક્તિ રાખીને જે કાર્ય કરવાનું