________________
BE
નિષ્કામ મનુષ્યની મહત્તા
( ૧૬૧ ).
સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈરછાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેજ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મયેગી બનીને પ્રવૃત્તિ રણક્ષેત્રમા આત્માની શક્તિઓથી ધૂમે છે. સ્વાત્માને માટે કઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ દશાએ સ્વફરજને અદા કરવાની દૃષ્ટિએ જે મનુષ્યો સાધ્યકર્તવ્યને કરે છે તેજ મનુષ્યો ખરેખરા કર્મગીઓ બની શકે છે. નિષ્કામ મહાત્માને દૈવિકબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને છતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકાર પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાણ્ય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્ય પર સારી અસર થતા વિશ્વ લોકેને સ્વીકાર્યમાં સાહાશ્મીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વધે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય છે તથા તે પ્રતિકૂલત્વને ત્યાગ કરી સાનુકૂળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિ વિનાની સર્વ પ્રવૃત્તિમાં સદેષતા રહે છે અને તેથી આત્મોન્નત્તિમા વિદ્વેગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતો નથી અને તે રજોગુણ તથા તમગુણની વૃત્તિ અને તેના પ્રપંચથી મુક્ત રહી શકે છે. નિષ્કામ કર્મચગી આવશ્યક કર્તવ્ય ફરજમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતો નથી. તે તે ગમે તેવી દશામા સ્વકર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા યોગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તે આકાશકુસુમવત્ સમજવી મન વાણી અને કાયામા ઈશ્વરીશક્તિને વાસ થાય છે તેથી તે આત્મા વડુત અન્તરદૃષ્ટિથી પરમાત્મરૂપે ખીલતે જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીરી છતા સાકાર પરમાત્મા ગણાય છે અને પિતાની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીઓ અનેક કાર્યપ્રવૃત્તિઓની મળે અને અનેક કામ્ય પદાર્થોની મથે રહીને અન્તરથી નિષ્કામતાયેગે નિર્લેપ રહી શકે છે આર્યાવર્તમાં -નિષ્કામકર્મચાગીએ ત્યારે ઘણુ પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વશવાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજન મન વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે જ્યારે વ્યાવહારિક અને ધાર્મિક કેળવણું આપતા તેની સાથે નિષ્કામદશાને બે